gu_tn_old/luk/19/intro.md

6.7 KiB

લૂક 19 સામાન્યનોંધો

માળખું અને બંધારણ

જાખ્ખી નામના વ્યક્તિને ઈસુએ પાપનો પસ્તાવો કરવા મદદ કર્યા બાદ (લૂક 19:1-10), તેમણે તેમના અનુયાયીઓને શીખવ્યું કે જ્યારે તેઓ રાજા તરીકે રાજ કરશે ત્યારે તેઓએ તેમને જે બાબતો સંભાળવા માટે આપી હતી એ દ્વારા શું કર્યું તે તેમને કહેવું પડશે (લૂક 19:11-27). તેમણે દ્રષ્ટાંત કહીને આમ કર્યું. ત્યારબાદ, તેઓ વછેરા પર યરૂશાલેમમાં પ્રવેશ્યા (લૂક 19:28-48). (જુઓ: [[rc:///tw/dict/bible/kt/kingdomofgod]] અને [[rc:///ta/man/translate/figs-parables]])

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""પાપી""

ફરોશીઓ લોકોના જૂથને ""પાપીઓ તરીકે સંબોધે છે."" યહૂદી આગેવાનો માનતા હતા કે આ લોકો પાપી છે, પરંતુ વાસ્તવિકતામાં આગેવાનો પણ પાપી હતા. તેને એક વક્રોક્તિ તરીકે લઈ શકાય છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///ta/man/translate/figs-irony]])

ચાકરો

ઈશ્વર અપેક્ષા રાખે છે કે તેમના લોકો યાદ રાખે કે જગતમાં જે કાંઈ છે તે સર્વ તેમનું છે. ઈશ્વર તેમના લોકોને એ બાબતો આપે છે કે જેથી તેઓ તેમની સેવા કરી શકે. તેઓ ઇચ્છે છે કે તેમણે તેઓને જે સઘળું આપ્યું છે તે વડે તેઓ જે ઇચ્છે છે તે કરીને તેઓ તેમને પ્રસન્ન કરે. એક દિવસ ઈસુ તેમના ચાકરોને પૂછશે તેમણે તેઓને જે ઉપયોગ કરવા આપ્યું હતું તે સઘળાં દ્વારા તેઓએ શું કર્યું. જેઓએ તેમની ઇચ્છા પ્રમાણે કર્યું હશે તે તેઓને બદલો આપશે, અને જેઓએ એ પ્રમાણે કર્યું નહિ હોય તે તેઓને શિક્ષા કરશે.

ગધેડું અને વછેરું

ઈસુએ પ્રાણી પર સવારી કરીને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. તે રીતે તેઓ એક રાજા તરીકે હતા જેઓ મહત્વની લડત જીતીને શહેરમાં આવ્યા. જૂના કરારમાંના ઇઝરાએલના રાજાઓએ પણ ગધેડા પર સવારી કરતાં હતા. બીજા રાજાઓએ ઘોડા પર સવારી કરતાં હતા. તેથી ઈસુ દર્શાવી રહ્યા હતા કે તેઓ ઇઝરાએલના રાજા હતા અને તેઓ બીજા રાજાઓ જેવાં ન હતા.

માથ્થી, માર્ક, લૂક, અને યોહાન સર્વએ આ ઘટના વિશે લખ્યું છે. માથ્થી અને માર્કે લખ્યું કે શિષ્યો ઈસુની પાસે ગધેડું લાવ્યા. યોહાને લખ્યું કે ઈસુને ગધેડું મળ્યું. લૂકે લખ્યું કે તેઓ તેમની પાસે વછેરું લાવ્યા. કેવળ માથ્થી એ જ લખ્યું કે ત્યાં ગધેડું અને વછેરું બંને હતા. કોઈ ચોક્કસપણે જાણતું નથી કે ઈસુએ ગધેડા પર સવારી કરી કે વછેરા પર. સર્વ એકસમાન જ જણાવે છે તેનો પ્રયાસ કર્યા વિના જેમ યુએલટીમાં છે તે પ્રમાણે આ સર્વ બાબતોનું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: માથ્થી 21:1-7 અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15)

વસ્ત્રો અને ડાળીઓ ફેલાવવા

જ્યારે રાજાઓ જ્યાં રાજ કરતાં હોય તે શહેરોમાં પ્રવેશતા, લોકો વૃક્ષો પરથી ડાળીઓ કાપતા અને હૂંફાળા રહેવા માટે પોતે પહેરેલા વસ્ત્રો ઉતારતા અને તે સઘળું રસ્તા પર પાથરતા કે જેથી રાજા તેની ઉપરથી સવારી કરે. તેઓ આ રીતે રાજાને માન આપવા કરતાં અને એ દર્શાવવા કરતાં કે તેઓ તેને પ્રેમ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/honor]] અને [[rc:///ta/man/translate/translate-symaction]])

ભક્તિસ્થાનમાંના વેપારીઓ

ભક્તિસ્થાનમાં જેઓ પ્રાણીઓનું વેચાણ કરતાં હતા તે લોકોને જગ્યા છોડવા માટે ઈસુએ દબાણ કર્યું. તેમણે આ તે દર્શાવવા માટે કર્યું કે તેમને ભક્તિસ્થાન પર આધિકાર હતો અને એ દર્શાવવા કે કેવળ જેઓ ન્યાયી છે, જેઓ ઈશ્વર જે કહે છે તે કરે છે, તેઓ સારા છે અને તેમાં પ્રવેશી શકશે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)