gu_tn_old/jhn/12/intro.md

6.3 KiB

યોહાન 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિ બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરી છે જેથી તે વાંચન માટે સરળ બને. યુએલટી 12:38 અને 40 ની કવિતાઓ સાથે આવું જ કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી છે.

કલમ 16 આ ઘટનાઓ પરનું એક વિવરણ છે. આ આખી કલમને સમાનતામાં મૂકવું શક્ય છે જેથી તેને વાર્તાના વર્ણનમાંથી અલગ કરી શકાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મરિયમે ઈસુના પગનો અભિષેક કર્યો

વ્યક્તિનું સ્વાગત કરવા અને સારું લાગે તે માટે યહૂદીઓ તે વ્યક્તિના માથા પર તેલથી અભિષેક કરતાં હતા. તેઓ વ્યક્તિના મૃત્યુ પછી તેના શરીરને દફનાવતા પહેલા તેના શરીર પર તેલ પણ લગાવતા હતા. પરંતુ તેઓ ક્યારેય પણ કોઈના પગમાં તેલ લગાવવાનુ વિચારતા નહિ, કેમ કે તેઓ માનતા કે પગ ગંદા છે.

ગધેડુ અને વછેરો

ઈસુ યરૂશાલેમમાં પ્રાણી પર સવાર થઈને આવ્યા. આ રીતે તે એક રાજા જેવા હતા કે જે એક મહત્વપૂર્ણ યુદ્ધ જીત્યા પછી એક શહેરમાં આવે છે. ઉપરાંત, જૂના કરારમાં ઇઝરાએલના રાજા ગધેડા પર સવાર થયા હતા. અન્ય રાજાઓ ઘોડાઓ પર સવાર થયા. તેથી ઈસુ બતાવી રહ્યાં હતા કે તે ઇઝરાએલીઓનો રાજા છે અને તે બીજા રાજાઓ જેવો નથી.

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ આ ઘટના વિષે લખ્યું છે. માથ્થી અને માર્કે લખ્યું કે શિષ્યો ઈસુને માટે ગધેડું લાવ્યા. યોહાને લખ્યું કે ઈસુને એક ગધેડું મળ્યુ. લૂકે લખ્યું કે તેઓ તેમની પાસે એક વછેરું લાવ્યા. ફક્ત માથ્થીએ લખ્યું છે કે ત્યાં ગધેડું અને વછેરો બંને હતાં. કોઈએ ખાતરીપૂર્વક જાણ્યું નથી કે ઈસુ ગધેડા પર સવાર હતા કે વછેરા પર. જે રીતે યુએલટી માં દર્શાવેલ છે તેમ દરેક ઘટનાઓને સરખી દર્શાવ્યા કરતા આ દરેક ઘટના જેવી દેખાય છે તેવી જ અનુવાદ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. (જુઓ: માથ્થી 21:1-7) અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15

મહિમા

શાસ્ત્ર વારંવાર ઈશ્વરના મહિમાને મહાન ગૌરવ પ્રકાશ તરીકે વર્ણવે છે. જ્યારે લોકો આ અજવાળાને જુએ છે, ત્યારે તેઓ ડરતા હોય છે. આ અધ્યાયમાં યોહાન કહે છે કે ઈસુનો મહિમા એ તેમનું પુનરુત્થાન છે (યોહાન 12:16).

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અજવાળું અને અંધકારના રૂપકો

બાઈબલ વારંવાર અન્યાયી લોકો, જે લોકો ઈશ્વરને પ્રસન્ન કરતા નથી જાણે કે તેઓ અંધકારમાં ચાલે છે. તે અજવાળાની વાત કરે છે જાણે કે તે જ તે પાપી લોકોને ન્યાયી બનવા, જે ખોટું કરી રહ્યાં છે તેઓને સમજવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરવા કહે છે.. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરેછે. એક વિરોધાભાસ 12:25 માં જોવા મળે છે: ""જે પોતાનો જીવ ચાહે છે તે તેને ગુમાવશે; પરંતુ જે આ જગતમાં તેના જીવનો દ્વેશ કરે છે તે તેને અનંતજીવન માટે બચાવી રાખશે."" પરંતુ 12:26 માં ઈસુ સમજાવે છે કે કોઈનું જીવન અનંતજીવન સુધી સાચવી રાખવાનો અર્થ શું છે. (યોહાન 12: 25-26).