gu_tn/luk/24/intro.md

5.0 KiB

લૂક 24 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

કબર કે જેમાં ઈસુને દફન કરવામાં આવ્યા હતા (લૂક 24:1) તે એવા પ્રકારની કબર હતી જેમાં ધનિક યહૂદી કુટુંબીજનો તેમના મૃતકને દફનાવતા હતા. એ તો ખડકમાં ખોદી કાઢવામાં આવેલો એક વાસ્તવિક ઓરડો હતો. તેની એક બાજુએ સપાટ સ્થાન હતું જ્યાં તેઓ દેહને વસ્ત્રમાં લપેટીને તેના પર તેલ અને સુગંધીદ્રવ્યો લગાવીને રાખતા હતા. ત્યારબાદ તેઓ એક મોટો પથ્થર કબર આગળ મૂકતાં હતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે જઈ શકે નહિ.

સ્ત્રીઓનો વિશ્વાસ

મોટા ભાગના લૂકના મૂળ વાચકો સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછા મહત્વના માનતા હતા, પરંતુ લૂક કાળજીપૂર્વક દર્શાવે છે કે કેટલીક સ્ત્રીઓ ઈસુને ખૂબ જ પ્રેમ કરતી હતી અને બાર શિષ્યોને હતો તે કરતાં પણ વધારે વિશ્વાસ કરતી હતી.

પુનરુત્થાન

લૂક ઇચ્છે છે કે તેના વાચકો સમજે કે ઈસુ ફરીથી શારીરિક શરીરમાં સજીવન થયા (લૂક 24:38-43).

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મનુષ્ય પુત્ર""

ઈસુ ""મનુષ્ય પુત્ર"" તરીકે આ અધ્યાયમાં પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 24:7). તમરી ભાષા કદાચ લોકોને પોતા વિશે જેમ તેઓ બીજા કોઈક માટે બોલતા હોય એ રીતે બોલવાની પરવાનગી ન આપતી હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])

""ત્રીજા દિવસે""

ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું હતું કે તેઓ ફરીથી ""ત્રીજા દિવસે"" સજીવન થશે (લૂક 18:33). તેઓ શુક્રવારની સાંજે (સૂર્યાસ્ત પહેલા) મૃત્યુ પામ્યા અને રવિવારે જીવંત થયા, તેથી તેઓ ફરીથી ""ત્રીજા દિવસે"" જીવંત થયા કેમ કે યહૂદીઓ કહેતા હતા કે દિવસ સૂર્યાસ્ત સમયે શરૂ થતો અને પૂર્ણ થતો હતો, અને તેઓ દિવસના કોઈપણ ભાગને એક દિવસ તરીકે જ ગણતા હતા. શુક્રવાર પ્રથમ દિવસ હતો, શનિવાર બીજો દિવસ હતો, અને રવિવાર ત્રીજો દિવસ હતો.

ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો

માથ્થી, માર્ક, લૂક, અને યોહાન સર્વએ ઈસુની કબર આગળ સ્ત્રીઓ સાથે સફેદ વસ્ત્રમાંના દૂતો વિશે લખ્યું છે. બે લેખકો તેઓને માણસો કહે છે, પરંતુ તે એટલા માટે કેમ કે દૂતો માનવીના સ્વરૂપમાં હતા. બે લેખકોએ દૂતો વિશે લખ્યું, પરંતુ બીજા બે લેખકોએ તેઓમાંના એક વિશે લખ્યું. આ દરેક ફકરાનું અનુવાદ દરેક ફકરો સમાન બાબત કહે છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યા વિના યુએલટી પ્રમાણે કરવું શ્રેષ્ઠ રહેશે. (જુઓ: માથ્થી 28:1-2 અને માર્ક 16:5 અને લૂક 24:4 અને યોહાન 20:12)