gu_tn/luk/09/intro.md

5.9 KiB

લૂક 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""ઈશ્વરના રાજ્ય વિશે બોધ કરવો""

કોઈપણ ચોક્કસ રીતે જાણતું નથી કે અહીં ""ઈશ્વરનું રાજ્ય"" શબ્દો શેનો ઉલ્લેખ કરે છે. કેટલાક એવું કહે છે કે તે પૃથ્વી પર ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે અને બીજાઓ કહે છે કે તે ઈસુ પોતાના લોકોના પાપો માટે મૃત્યુ પામ્યા તે સુવાર્તાના સંદેશનો ઉલ્લેખ કરે છે. તેનું અનુવાદ ""ઈશ્વરના રાજ્ય વિશે બોધ કરવો"" અથવા ""ઈશ્વર પોતાને કેવી રીતે રાજા તરીકે દર્શાવશે તે વિશે તેઓને શીખવવું"" એ પ્રમાણે કરવું શ્રેષ્ઠ રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

એલિયા

ઈશ્વરે યહૂદીઓને વચન આપ્યું હતું કે મસીહાના આવતા પહેલા એલિયા પ્રબોધક પાછો આવશે, તેથી કેટલાક લોકોએ ઈસુને ચમત્કાર કરતાં જોયા માટે વિચાર્યું કે ઈસુ એલિયા હતા (લૂક 9:9, લૂક 9:19). જોકે, એલિયા પૃથ્વી પર ઈસુ સાથે વાત કરવા આવ્યો હતો (લૂક 9:30). (જુઓ: [[rc:///tw/dict/bible/kt/prophet]] અને [[rc:///tw/dict/bible/kt/christ]] અને rc://*/tw/dict/bible/names/elijah)

""ઈશ્વરનું રાજ્ય""

આ અધ્યાયમાં ""ઈશ્વરનું રાજ્ય"" શબ્દ જ્યારે શબ્દો બોલવામાં આવ્યા ત્યારે એ રાજ્યનો ઉલ્લેખ કરતું હતું કે જે હજુ ભવિષ્યમાં હતું. (જુઓ: rc://*/tw/dict/bible/kt/kingdomofgod)

મહિમા

વચન અવારનવાર ઈશ્વરના મહિમા વિશે મહાન, તેજસ્વી પ્રકાશ તરીકે જણાવે છે. જ્યારે લોકોએ આ પ્રકાશ જોયો, ત્યારે તેઓ ભયભીત થયા. લૂક આ અધ્યાયમાં જણાવે છે કે ઈસુનો પહેરવેશ આ મહિમાવંત પ્રકાશથી ચમકતો હતો કે જેથી તેમના અનુયાયીઓ જોઈ શકે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર હતા. તે જ સમયે, ઈશ્વરે તેઓને કહ્યું કે ઈસુ તેમના પુત્ર હતા. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/glory]] અને [[rc:///tw/dict/bible/kt/fear]])

આ અધ્યાયમાંની અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્ય છે તેનું વર્ણન કરતું દેખાય છે. આ અધ્યાયમાં તે માટેના ઉદાહરણો આ પ્રમાણે છે: ""જે કોઈ પોતાનો જીવ બચાવશે તે તેને ખોશે, પરંતુ જે પોતાનો જીવ મારી ખાતર ગુમાવશે તે તેને બચાવશે."" (લૂક 9:24).

""મનુષ્ય પુત્ર""

આ અધ્યાયમાં ઈસુ ""મનુષ્ય પુત્ર"" તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 9:22). તમારી ભાષા લોકોને જેમ તેઓ બીજા માટે બોલતા હોય તેમ તેમના પોતાને માટે બોલવાની મંજૂરી આપતી ન હોઈ શકે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])

""સ્વીકારવું""

આ અધ્યાયમાં આ શબ્દ અનેક વખત આવે છે અને તેનો અર્થ ઘણીવાર અલગ થાય છે. જ્યારે ઈસુ કહે છે, ""જો કોઈ મારે નામે આ નાના બાળકનો અંગીકાર કરે છે, તે મારો પણ અંગીકાર કરે છે, અને જે કોઈ મારો અંગીકાર કરે છે, તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે"" (લૂક 9:48), જે લોકો બાળકોની સેવા કરતાં હતા તેઓ માટે તે બોલી રહ્યા હતા. જ્યારે લૂક કહે છે, ""ત્યાંના લોકોએ તેમનો અંગીકાર કર્યો નહિ"" (લૂક 9:53), ત્યારે તેનો અર્થ એ છે કે લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ અથવા તેમને સ્વીકાર્યા નહિ. (જુઓ: rc://*/tw/dict/bible/kt/believe)