gu_tn/luk/06/intro.md

6.3 KiB

લૂક 06 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

લૂક 6:20-49 એ માથ્થી 5-7 પ્રમાણે ઘણા આશીર્વાદો તથા અફસોસની વાતોને અનુરૂપ લાગે છે તેનો સમાવેશ કરે છે. માથ્થીના આ ભાગને પારંપારિક રીતે ""પહાડ પરના ભાષણ"" તરીકે ઓળખવામાં આવે છે. લૂકમાં, તેઓ જે રીતે માથ્થીની સુવાર્તામાં છે તે પ્રમાણે ઈશ્વરના રાજ્યના શિક્ષણ સાથે જોડાયેલ નથી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/kingdomofgod)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""દાણો ખાવો""

જ્યારે વિશ્રામવારે તેઓ ખેતરમાં થઈને જતાં હતા એ સમયે શિષ્યોએ કણસલા તોડ્યા અને દાણા ખાધા (લૂક 6:1), ત્યારે ફરોશીઓએ કહ્યું કે તેઓ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. ફરોશીઓએ કહ્યું કે શિષ્યો વિશ્રામવારે કણસલા તોડવા દ્વારા કામ કરીને ઈશ્વરની આજ્ઞા જે વિશ્રામ કરવા અને કામ ન કરવાની છે તેનો અનાદર કરી રહ્યા હતા.

ફરોશીઓ એમ વિચારતા ન હતા કે શિષ્યો ચોરી કરી રહ્યા હતા. તે એટલા માટે કે મૂસાનો નિયમ મુસાફરો જ્યાંથી મુસાફરી કરીને જતાં હોય ત્યાં નજીકના ખેતરમાંથી થોડાં કણસલા ખાય એ માટે ખેડૂતો પરવાનગી આપે તે આવશ્યક હતું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અને [[rc:///tw/dict/bible/kt/works]] અને rc://*/tw/dict/bible/kt/sabbath)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રૂપક

રૂપકો એ દ્રશ્ય પદાર્થોના ચિત્રો છે કે જેનો વક્તા અદ્રશ્ય સત્યો સમજાવવા ઉપયોગ કરે છે. ઈસુએ લોકો ઉદાર બને એ શીખવવા માટે ઉદાર અનાજના વેપારીના રૂપકનો ઉપયોગ કર્યો (લૂક 6:38). (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

અલંકારિક પ્રશ્નો

અલંકારિક પ્રશ્નો એ પ્રશ્નો છે કે જેનો જવાબ વક્તા અગાઉથી જાણતા હોય છે. જ્યારે ફરોશીઓએ વિચાર્યું કે ઈસુ વિશ્રામવારનું ઉલ્લંઘન કરી રહ્યા હતા ત્યારે તેઓએ તેમને અલંકારિક પ્રશ્ન પૂછીને ઠપકો આપ્યો (લૂક 6:2). (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગર્ભિત માહિતી

સામાન્ય રીતે વક્તાઓ એવી બાબતો કહેતા નથી જે વિશે તેઓ એમ વિચારે છે કે તેમના સાંભળનારાઓ તેને પહેલેથી જ સમજે છે. જ્યારે લૂકે લખ્યું કે શિષ્યો કણસલા તેમના હાથોથી મસળતા હતા, ત્યારે તે આશા રાખે છે કે તેના વાચકો જાણે કે તેઓ જે ભાગ ખાવાના છે તેને ફેંકી દેવાના ભાગથી અલગ કરી રહ્યા હતા (લૂક 6:1). (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

બાર શિષ્યો

બાર શિષ્યોની સૂચિ નીચે પ્રમાણે છે:

માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ, ઝબદીનો દીકરો યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

માર્કમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીના દીકરાઓ યાકૂબ અને યોહાન (જેઓને તેમણે બને-રગેસ કહ્યા, એટલે કે, ગર્જનાના દીકરાઓ), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની, અને યહૂદા ઇશ્કરિયોત.

લૂકમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન (જે કનાની તરીકે ઓળખાતો હતો), યાકૂબનો દીકરો યહૂદા, અને યહૂદા ઇશ્કરિયોત.

થદ્દી કદાચ યાકૂબનો દીકરો યહૂદા જ હતો.