gu_ta/checking/level2/01.md

1.9 KiB

દ્વિતીય તપાસનુ સ્તર - બાહ્ય તપાસ

દ્વિતીય સ્તરના તપાસનો હેતુ એ ખાતરી કરવાનો છે કે સ્થાનિક ભાષા સમુદાયનુ પ્રતિનિધિત્વ કરનાર જૂથો અનુવાદ સારી ગુણવત્તાનુ છે તેનાથી સહમત છે.

દ્વિતીય સ્તરની તપાસ બે રીતે થઈ શકે છે.

૧. ભાષા સમુદાય દ્વારા તપાસ સ્થાનિક ભાષા સમુદાયના સભ્યો દ્વારા અનુવાદની ખાતરી કરવા માટે તપાસ કરવામાં આવશે કે તે સરળ, કુદરતી અને સમજી શકાય તેવું છે. ભાષા સમુદાય તપાસ કરવા માટે લેવાના પગલાં માટે જુઓ, ભાષા સમુદાય તપાસ. ૧. મંડળીના આગેવાન દ્વારા તપાસ અનુવાદ સચોટ છે કે નહિ તેની ખાતરી કરવા માટે તેને મંડળીના આગેવાનોના જૂથ દ્વારા તપાસવામાં આવશે. મંડળીના આગેવાનો દ્વારા તપાસ કરવા માટે લેવાના પગલાં માટે જુઓ, મંડળી આગેવાન દ્વારા તપાસ.

એકવાર આ થઈ ગયા પછી, આ કાર્યની પુષ્ટિ કરવાની જરૂર છે. (જુઓ [દ્વિતીય સ્તર સમર્થન]).