gu_ta/checking/language-community-check/01.md

8.3 KiB

ભાષા સમુદાય તપાસ

તમારા પછી, એટલે કે અનુવાદ કરનાર જૂથ, પ્રથમ સ્તર હેઠળ સૂચીબદ્ધ રીતે તપાસ કર્યા પછી, તમે તે અનુવાદને સમુદાયમાં લઈ જવા તૈયાર છો, જેથી તમે તપાસી શકો કે શું તે લક્ષ્ય ભાષામાં સંદેશાને સ્પષ્ટ અને કુદરતી રીતે વ્યક્ત કરે છે.

આ તપાસ માટે તમે અનુવાદનો ભાગ ભાષા સમુદાયના સભ્યોને વાંચી સંભળાવશો. તમે અનુવાદ વાંચો તે પહેલા, જે લોકો તમને સાંભળે છે તેઓને કહો કે તેઓને ભાષામાં કંઈ કુદરતી ન લાગે તો તેઓ તમને રોકી શકે છે. (અનુવાદ કુદરતી છે કે નહિ તે તપાસવા વધુ માહિતી માટે, જુઓ કુદરતી અનુવાદ.)

દરેક બાઈબલની વાર્તા ખોલો માટે પ્રશ્નો અને જવાબોનો સમૂહ છે અને બાઈબલના દરેક પ્રકરણના અનુવાદને તપાસવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો કે જેથી તમે ખાતરી કરી શકો કે તે સ્પષ્ટ સંદેશો આપે છે. (પ્રશ્નો માટે જુઓ http://ufw.io/tq/)

આ પ્રશ્નોનો ઉપયોગ કરવા માટે, આ પગલાંને અનુસરો:

૧. ભાષા સમુદાયના એક અથવા વધુ સભ્યો કે જેઓ જવાબ આપવાના છે તેઓને માટે અનુવાદનો ભાગ વાંચો. આ ભાષા સમુદાયના સભ્યો તે એવા લોકો હોવા જોઈએ જે અગાઉ અનુવાદ કરવા માટે સામેલ થયા ન હોય. બીજા શબ્દોમાં, ભાષા સમુદાયના ફક્ત જે સભ્યોને પ્રશ્નો પૂછવામાં આવે છે તેઓ અનુવાદ કરતાં સમયે તેના જવાબો અથવા બાઈબલના જ્ઞાનના જવાબો આગાઉથી જાણતા ન હોવા જોઈએ. અમે એવું ઇચ્છીએ છીએ કે તેઓ પ્રશ્નોના જવાબો ફક્ત અનુવાદ કરેલ વાર્તા અથવા બાઈબલના ભાગને સાંભળીને અથવા વાંચીને જ આપી શકે. આવી જ રીતે અમે જાણી શકીશું કે અનુવાદનો સંદેશો સરળ છે કે નહિ. આજ કારણથી, સમુદાયના સભ્યો જ્યારે પ્રશ્નોના જવાબો આપતા હોય ત્યારે મહત્વનુ છે કે તેઓ બાઈબલમાં ન જુએ.

૧. સમુદાયના સભ્યોને તે વિભાગના થોડા પ્રશ્નો પૂછો, એક સમયે એક પ્રશ્ન. જો સમુદાયના સભ્યો તે અનુવાદને સારી રીતે સમજી શકતા હોય તો, તે જરૂરનું નથી કે દરેક વાર્તા અથવા પ્રકરણ માટે બધા જ પ્રશ્નોનો ઉપયોગ કરવો.

૧. દરેક પ્રશ્ન પછી, ભાષા સમુદાયના કોઈ એક સભ્ય પ્રશ્નનો જવાબ આપશે. જો તે વ્યક્તિ ફક્ત “હા” કે “ના” માં જ જવાબ આપે છે તો પ્રશ્ન પૂછનાર બીજો પ્રશ્ન પૂછશે જેથી તેમણે ખાતરી થાય કે અનુવાદ સારો સંદેશો આપે છે. આગળનો પ્રશ્ન કંઈક આવો હોવો જોઈએ કે, “તમે તે કેવી રીતે જાણો છો?” અથવા “અનુવાદનો કયો ભાગ તમને તે કહે છે?”

૧. તે વ્યક્તિ જે જવાબ આપે તેની નોંધ કરી લો. જો તે વ્યક્તિનો જવાબ પ્રશ્ન માટે પૂરા પાડવામાં આવેલ સૂચનના જવાબના સમાન છે તો, વાર્તાનુ અનુવાદ સ્પષ્ટપણે તે જગ્યાએ યોગ્ય માહિતીનો પ્રસાર કરી રહ્યું છે. સાચા જવાબ માટે જે જવાબ સૂચવેલ છે તદ્દન તે જ જવાબ ન હોવો જોઈએ, પરંતુ મૂળભૂત રીતે તે સમાન માહિતી આપતો હોવો જોઈએ. ઘણીવાર સૂચવેલ જવાબ ખૂબ જ લાંબો હોય છે. જો કોઈ વ્યક્તિ સૂચવેલ જવાબમાં એક ભાગ સાથે જવાબ આપે છે, તો તે પાચ સાચો છે.

૧. જો તે જવાબ સૂચવેલ જવાબ કરતાં અનપેક્ષિત હોય અથવા ખૂબ જ અલગ હોય, અથવા જો તે વ્યક્તિ પ્રશ્નનો જવાબ નથી આપી શકતી, તો પછી અનુવાદ કરનાર જૂથને તે ભાગ જે માહિતીનો પ્રસાર કરે છે તેને પુનરાવર્તન કરવાની જરૂર પડશે, જેથી તે માહિતીને વધુ સ્પષ્ટ રીતે કહી શકે.

૧. અનુવાદ કરનાર જૂથ તે ભાગનુ પુનરાવર્તન કરે ત્યાર બાદ, ભાષા સમુદાયના બીજા સભ્યને તે જ પ્રશ્ન ફરીથી પૂછો, એટલે કે, બીજા વક્તાને જેમણે પહેલા તે ભાગના અનુવાદને તપાસ કરવામાં હિસ્સો ન લીધો હોય. જો તેઓ પ્રશ્નોના જવાબ સાચા આપે તો, પછી અનુવાદ હવે સારી રીતે વાતચીત કરી રહ્યું છે.

૧. દરેક વાર્તા અથવા બાઈબલના પ્રકરણ માટે આ પ્રક્રિયા ચાલુ રાખો જ્યાં સુધી ભાષા સમુદાયના સભ્યો યોગ્ય જવાબ આપે, તે દર્શાવે છે કે અનુવાદ સ્પષ્ટ માહિતી આપી રહ્યું છે. જ્યારે ભાષા સમુદાયના સભ્યો કે જેઓએ અગાઉથી અનુવાદ સાંભળ્યું નથી અને તેઓ પ્રશ્નોના સાચા જવાબ આપે ત્યારે, અનુવાદ હવે મંડળી દ્વારા તપાસના બીજા સ્તર માટે તૈયાર છે.

૧. સમુદાય મૂલ્યાંકનના પાન ઉપર જાઓ અને ત્યાં પ્રશ્નોના જવાબ આપો. (જુઓ ભાષા સમુદાય મૂલ્યાંકન પ્રશ્નો)