gu_ta/checking/church-leader-check/01.md

4.4 KiB

મંડળી આગેવાનની તપાસ કેવી રીતે કરવી

સ્પષ્ટતા માટે સમુદાયના સભ્યો દ્વારા અનુવાદની તપાસ કરવામાં આવ્યા પછી, ચોકસાઈ માટે મંડળીના આગેવાનોના જૂથ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. આ જૂથમાં ઓછામાં ઓછા ત્રણ મંડળીના આગેવાનો હોવા જોઈએ કે જેઓ તે લક્ષ્ય ભાષાના મૂળ વકતાઓ હોય, અને સ્રોત ભાષાઓમાંની એક ભાષાને સારી રીતે સમજતા હોય. તેઓ અનુવાદ કરનાર જૂથ સંબંધ ન હોવો જોઈએ અથવા અન્યથા નજીકથી જોડાયેલા હોવા જોઈએ નહીં. સામાન્ય રીતે આ સમીક્ષકો પાળકો હોવા જોઈએ. આ મંડળીના આગેવાનો તે ભાષા સમુદાયની અલગ-અલગ મંડળીના હોવા જોઈએ. જો સમુદાય પાસે ઘણાં લોકો હોય તો, અમે ભલામણ કરીએ છીએ કે જૂથમાં લેવામાં આવેલ મંડળીના આગેવાનો ત્રણ અલગ અલગ મંડળીમાથી હોય.

આ સમીક્ષકોએ આ પગલાઓનું પાલન કરવું જોઈએ:

૧. અનુવાદથી સહમત છે તેની ખાતરી કરવા માટે જેઓ બંને અનુવાદની સમીક્ષા કરે છે તેઓ અનુવાદ માર્ગદર્શિકા વાંચો.
૧. અનુવાદકર્તા અથવા અનુવાદ કરનાર જૂથ વિષે પ્રશ્નોના જવાબો આપો જે અનુવાદકર્તાની યોગ્યતામાં આપેલ છે. ૧. સ્વીકાર્ય શૈલીમાં આપવામાં આવેલ પ્રશ્નો પૂછીને અનુવાદ ઇચ્છિત શ્રોતાઓ મધ્યે સ્વીકાર્ય શૈલીમાં કરવામાં આવ્યું છે કે નહીં તેની ચકાસણી કરો. ૧. ચોકસાઈ તપાસ માર્ગદર્શિકાને અનુસરીને ચકાસણી કરો કે અનુવાદ મૂળ ભાષાના અર્થને સચોટ રીતે રજૂ કરે છે. ૧. સંપૂર્ણ અનુવાદ માર્ગદર્શિકાને અનુસરીને ચકાસણી કરો કે અનુવાદ પૂરું છે. ૧. તમે બાઈબલના ઘણાં અધ્યાય અથવા પુસ્તકની સમીક્ષા કરી રહ્યા પછી, અનુવાદ કરનાર જૂથને મળો અને દરેક સમસ્યા વિષે પુછો. અનુવાદ કરનાર જૂથ અનુવાદને કેવી રીતે ગોઠવી શકશે તે વિષે તેમની સાથે ચર્ચા કરો. જ્યારે અનુવાદ કરનાર જૂથ અનુવાદની ગોઠવણી કરી લે અને સમુદાયની સાથે તેને ચકાસે, ત્યાર બાદ ફરીથી તેઓને મળો. ૧. અનુવાદ કરનાર જૂથે સમસ્યાઓને સુધારી દીધી છે તેની ચકાસણી કરવા ફરીથી મળો. ૧. અનુવાદ સારું છે તેને સમર્થન કરો. સમર્થન કરવા માટે સ્તર ૨ સમર્થન પાન [સ્તર ૨ સમર્થન] જુઓ.