gu_ta/checking/accuracy-check/01.md

11 KiB

###ચોકસાઈ માટે અનુવાદ તપાસવું

આ વિભાગનો ઉદ્દેશ્ય એ છે કે નવું અનુવાદ સચોટ છે કે નહિ તે તપાસવું. બીજા શબ્દોમાં, જયારે તેને મૂળ અનુવાદની સાથે સરખાવવામાં આવે ત્યારે, શું નવું અનુવાદ એ જ અર્થ (જરૂરી નથી કે એ જ શબ્દરચના હોય અથવા એ જ ક્રમમાં હોય) બતાવે છે?

પ્રથમ સ્તર

જે લોકો પ્રથમ સ્તરમાં ચોકસાઈ તપાસતા હોય તેઓ અનુવાદ કરનાર જૂથના સભ્યો હોઈ શકે છે, પરંતુ તેઓ <તમે> નહીં</તમે> જેમણે જે વાર્તા અથવા બાઈબલના ભાગનો અનુવાદ કર્યો હોય તે ન હોવા જોઈએ. તેઓ સમુદાયના સભ્યો પણ હોઈ શકે છે કે જેઓ અનુવાદ કરનાર જૂથનો ભાગ ન હોય. તેઓ અનુવાદ કરેલ ભાષાના બોલનાર હોવા જોઈએ, સમાજમાં સન્માનીય, અને, જો શક્ય હોય તો ભાષાની વિસ્તૃત વાતચીતમાં બાઈબલના જાણકાર હોવા જોઈએ. આ સ્તરનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે અનુવાદ સચોટ રીતે મૂળ વાર્તા અથવા બાઈબલના ભાગનું સાચા અર્થમાં રજુ કરે છે. ચકાસણી કરનાર અનુવાદ કરનાર જૂથને પોતાની ભાષામાં વાર્તા અને બાઈબલના ભાગને સાચા અર્થમાં ઉત્તમ રીતે અનુવાદ કરવા વિચારવામાં મદદ કરશે. ત્યાં એક અથવા એક થી વધુ વ્યક્તિ હશે જે વાર્તા અથવા બાઈબલના ભાગની તપાસ કરે છે. એક વાર્તા અથવા બાઈબલના ભાગની તપાસ માટે એક થી વધુ વ્યક્તિ હોવી મદદરૂપ છે, કારણ કે ઘણીવાર જુદાં-જુદાં તપાસ કરનાર જુદી-જુદી બાબતો જુએ છે.

###સ્તર બે અને ત્રણ

જે લોકો બીજા અને ત્રીજા સ્તરે ચોકસાઈની તપાસ કરે છે તેઓ અનુવાદ કરનાર જૂથનો ભાગ હોવો જોઈએ નહિ. તેઓ મંડળીના આગેવાનો હોવા જોઈએ જેઓ અનુવાદ કરેલ ભાષા બોલતા હોય અને જેઓ મૂળ ભાષામાં બાઈબલના જાણકાર હોય. તે સાચું છે કે જેઓ ભાષા સમુદાયના સભ્યો હોય કે જેઓ ભાષા સમુદાય તપાસ કરતાં હોય તેઓએ ચકાસણી કરતાં સમયે સહજતા અને સ્પષ્ટતા માટે મૂળ પાઠ જોવો જ નહિ પરંતુ સચોટતા ચકાસણી માટે, સચોટતા તપાસકારે, મૂળ પાઠમાં નિશ્ચિત જોવું જ જેથી તેઓ નવા અનુવાદ સાથે તેને સરખાવી શકે.

###બધા જ સ્તરો

જે લોકો તપાસણી કરે છે તેઓએ આ પગલાંનુ પાલન કરવું જોઈએ.

૧. દરેક તપાસણી કરનારે પોતાની જાતે અનુવાદ વાંચવું જોઈએ (અથવા સાંભળવું જોઈએ), વિસ્તૃત સંવાદની ભાષામાં તેમણે બાઈબલના મૂળ ભાગને અથવા વાર્તાને સરખાવવું જોઈએ. તપાસણીકાર જ્યારે મૂળ બાઈબલ અથવા બાઈબલોના અનુવાદ અનુસરતા હોય ત્યારે અનુવાદકર્તાએ મોટેથી અનુવાદ વાંચી સંભળાવવું મદદરૂપ છે, જેમ કે તપાસણીકાર અનુવાદ વાંચે (અથવા સંભાળે) છે અને તેની સરખામણી મૂળ પાઠ સાથે કરે છે, તેમણે આ સામાન્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખવા જોઈએ.

  • શું અનુવાદ મૂળ અર્થમાં કઈ ઉમેરે છે? (મૂળ અર્થમાં /સમાવિષ્ટ માહિતી પણ સામેલ છે.)
  • શું ત્યાં અર્થનો કોઈ એવો ભાગ છે જેનું અનુવાદ કરવાનું છૂટી ગયું છે?
  • શું અનુવાદથી અર્થમાં કોઈ પણ રીતે ફેરફાર થયો છે?

૧. તાપસનીકારે નોંધ કરવી આવશ્યક છે કે જ્યાં તે વિચારે છે કે કઈ સમસ્યા હોઈ શકે છે અથવા કઈક સુધારી શકાય તેમ છે. દરેક તપાસણીકાર આ નોંધની ચર્ચા અનુવાદ કરનાર જૂથ સાથે કરશે.

૧. જયારે તપાસણીકારે વ્યક્તિગત રીતે બાઈબલની વાર્તા અથવા અધ્યાયની ચકાસણી કરી લીધા પછી, તેઓ દરેકે અનુવાદકર્તા અથવા જૂથ સાથે મળીને વાર્તા અથવા બાઈબલના ભાગની સમીક્ષા કરવી. જયારે તેઓ એ સ્થાને આવે કે જ્યાં બધા જ તપાસણીકારોએ સમસ્યા અથવા પ્રશ્નોની નોંધ કરી હોય, ત્યારે તપાસણીકાર તેઓના પ્રશ્નો પૂછી શકે છે અથવા સુધારા માટે સૂચનો કરી શકે છે. જ્યારે તપાસણીકાર અને અનુવાદ કરનાર જૂથ તેઓના પ્રશ્નો અને સૂચનો પર ચર્ચા કરે ત્યારે, તેઓ અન્ય પ્રશ્નો અથવા વસ્તુઓ વિષે કહેવા નવા રસ્તાઓ વિષે વિચારી શકે છે. આ સારું છે. જેમ તપાસણીકાર અને અનુવાદ કરનાર જૂથ સાથે કામ કરે છે તેમ, ઈશ્વર તેઓને વાર્તા અથવા બાઈબલના ભાગનો અર્થ સમજાવવા માટે શ્રેષ્ઠ માર્ગ શોધવા મદદ કરશે.

૧. તપાસણીકાર અને અનુવાદ જૂથે નક્કી કર્યા પછી કે તેમાં શું બદલવાનું છે, પછી અનુવાદ કરનાર જૂથ તેમાં સધારો કરશે.

૧. અનુવાદ કરનાર જૂથ અનુવાદમાં સુધારો કર્યા પછી, તેઓએ તેને મોટેથી વાંચીને એકબીજાને અથવા એજ ભાષાકીય સમુદાયના સભ્યોને સંભળાવવું જેથી કરીને ખાતરી થઈ જાય કે તેઓની ભાષામાં તે મૂળ સ્વરૂપે લાગે છે.

૧. અનુવાદકર્તા (અથવા જૂથ) જે પણ બાઈબલ કલમો હજુ પણ સમજવામાં મુશ્કેલ છે તેની નોંધ કરશે, અને જ્યાં તેઓને બીજા બાઈબલ તપાસણીકારની વધારાની મદદ માંગે છે. આ નોંધનો ઉપયોગ મંડળીના આગેવાનો તથા તપાસણીકારો દ્વારા બીજા અને ત્રીજા સ્તરે ઉપયોગમાં લેવામાં આવશે.

વધારાના પ્રશ્નો

આ પ્રશ્નો અનુવાદમાં અચોક્કસ હોઈ શકે તેવી કોઈ પણ બાબત શોધવા માટે પણ મદદરૂપ થઈ શકે છે.

  • નવા (સ્થાનિક) અનુવાદના પ્રવાહમાં મૂળ ભાષાના અનુવાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શું તે બધાનો ત્યાં ઉલ્લેખ થયો હતો.
  • શું નવા અનુવાદનો અર્થ મૂળ અનુવાદના સંદેશ (શબ્દોની રીતે જરૂરી નથી) ને જ અનુસરે છે? (કેટલીક વાર જો શબ્દોની ગોઠવણી અથવા વિચારોનો ક્રમ મૂળ અનુવાદ કરતાં અલગ હોય તો, તે વધુ સારું લાગે છે અને તે અનુવાદ હજુ પણ સચોટ છે.
  • જે લોકોનો પરિચય દરેક વાર્તામાં કરવામાં આવ્યો છે શું તેઓ મૂળ ભાષાના અનુવાદમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ એ જ વસ્તુઓ કરતાં હતા? (શું એ જોવું સહેલું હતું કે મૂળ ભાષાની સરખામણીમાં નવા અનુવાદની ઘટનાઓ કોણે કરી હતી?)