gu_tn/ROM/12/11.md

2.4 KiB

પાઉલ વિશ્વાસીઓને કહેવાનું ચાલુ રાખે છે કે તેમને કેવા પ્રકારના લોકો થવું. આ યાદીની શરૂઆત ૧૨:૯ માં થાય છે.

ખંત/ઉદ્યમના સંદર્ભમાં, ઢચુપચુ/અનિશ્ચિત ન થશો ; આત્માના સંદર્ભમાં, આતુર થાઓ ; પ્રભુના સંદર્ભમાં, તેની સેવા કરો.

" તમારી ફરજોમાં આળસુ ન થાઓ પરંતુ આત્માને અનુસરવા અને સેવા કરવા આતુર થાઓ.

આશાના સંદર્ભમાં

આનંદ કરો

" આનંદિત થાઓ કારણકે આપણી આશા દેવમાં છે."

મુશ્કેલીના સંદર્ભમાં, ધીરજવાન થાઓ

નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થાય

" જયારે મુશ્કેલભર્યા સંજોગો આવે ત્યારે ધીરજવાન થાઓ.

પ્રાર્થનાના સંદર્ભમાં, લાગુ રહો

નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થાય: અને , સતત પ્રાર્થના કરવાનું યાદ રાખો "

સંતોની જરૂરિયાતો પૂરી કરવામાં સહભાગી થાઓ

૧૨:૯ માં જે યાદીની શરૂઆત થઇ તેમાં આ અંતિમ બાબત છે." સંતોની જરૂરિયાતોના સંદર્ભમાં, તેમની સાથે સહભાગી થાઓ. "અથવા " ની બાબત માટે.." અથવા " જયારે સાથી ખ્રિસ્તીઓ સંકટમાં હોય તો તેમને જે જરૂર હોય તેની મદદ કરો."

પરોણાગત કરવામાં તત્પર રહો

" જયારે પણ તેમને કોઈ જગ્યાએ રહેવાની જરૂર હોય ત્યારે હમેંશા તમારા ઘરમાં તેમનો આવકાર કરો."