gu_tn/ROM/10/14.md

19 lines
3.5 KiB
Markdown

# પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી , તેને તેઓ કેમ વિનંતી કરશે ?
જેઓએ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી નથી તેઓ સુધી સુવાર્તા પહોચાડવાનું કેટલું મહત્વનું છે તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. " તેઓ" શબ્દ જેઓ હજુ દેવના નથી
અવિશ્વાસી છે તેઓને માટે વપરાયો છે . વૈકલ્પિક ભાષાંતર : " જેઓ દેવમાં વિશ્વાસ કરતા નથી તેઓ તેને વિનંતી કરી શકતા નથી." (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
# વળી જેના વિષે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે ?
એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને જો તેઓએ તેનો સંદેશ સાંભળ્યો નહિ હોય તો તેઓ તેની પર વિશ્વાસ કરી શકશે નહિ" અથવા " અને જો તેઓએ તેના વિષે સંદેશ સાંભળ્યો નહિ હોય તો તેઓ તેની પર વિશ્વાસ કરી શકશે નહિ"
# અને વળી ઉપદેશક વિના તેઓ કેવી રીતે સાંભળશે?
એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને જો કોઈક તેમને કહે નહિ તો તેઓ સંદેશ સાંભળી શકશે નહિ. "
# અને વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરશે?
એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. " તેઓ" શબ્દ જેઓ હજુ દેવના છે
વિશ્વાસી છે તેઓને માટે વપરાયો છે. સક્રિય ક્રિયાપદ સાથેનુ ભાષાંતર : " અને જ્યાંસુધી કોઈ તેમને મોકલશે નહિ ત્યાં સુધી તેઓ બીજા લોકોને સંદેશ કહી શકશે નહિ." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# “ વધામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલા કેવા સુંદર છે!"
જેઓ મુસાફરી કરે છે અને જેમણે સંદેશ સાંભળ્યો નથી તેના સુધી લઇ જાય છે તેને દર્શાવવા પાઉલ "પગલાંનો" ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : જયારે સંદેશવાહક આવે છે અને સારા સમાચાર કહે છે એ અદભુત છે. ( જુઓ : )