43 lines
3.8 KiB
Markdown
43 lines
3.8 KiB
Markdown
ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
|
|
# જેઓ શરીરને મારી નાંખી શકે છે પણ આત્માને મારી નાંખી શકતા નથી તેમનાથી ડરો નહીં
|
|
|
|
“માણસોથી બીશો નહીં. તેઓ શરીરને મારી શકે પણ આત્માને મારી શકતા નથી.”
|
|
# શરીરને મારી શકે
|
|
|
|
શારીરિક મરણ નિપજાવી શકે.
|
|
# શરીર
|
|
|
|
જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાય.
|
|
# આત્માને મારી શકે
|
|
|
|
માણસના મૃત્યુ પછી પણ તેમને નુકસાન કરી શકે.
|
|
# આત્મા
|
|
|
|
જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાતો નથી અને જે શારીરિક મરણ બાદ પણ જીવંત રહે છે.
|
|
# શું એક પૈસાની બે ચકલીઓ વેચાતી મળતી નથી?
|
|
|
|
આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન આ રીતે પણ સમજી શકાય, “ચકલીઓનો વિચાર કરો. તેમનું મૂલ્ય એટલું ઓછુ હોય છે કે તમે એક નાનાં સિક્કા થી તમે બે ચકલીઓ ખરીદી શકો” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
|
|
# ચકલીઓ
|
|
|
|
આ બહુ નાનાં અને દાણાં ચણતાં પક્ષીઓનું રૂપક એવી બાબતો માટે વપરાયું છે જેને લોકો મહત્વનું ગણતા નથી.
|
|
# એક પૈસાની
|
|
|
|
નાનામાં નાનો સિક્કો હોય તેની વાત. એ સમયમાં તાંબા નો નાનો સિક્કો કે જે એક દિવસની મજુરીના વેતનનો ૧૬મો ભાગ થાય, ટૂંકમાં “બહુ થોડા પૈસા.”
|
|
# તોપણ તેમાંની એકેય તમારા બાપની ઈચ્છા વગર ભૂમિ પર પડતી નથી
|
|
|
|
આને આ રીતે પણ વ્યક્ત કરી શકાય, “તોપણ તેમાંની એકેય તમારા બાપની જાણ બહાર ભૂમિ પર પડતી નથી.” અથવા “જો તમારા બાપની ઈચ્છા હોય તો જ તેમાંથી એક ભૂમિ પર પડે” (જુઓ: )
|
|
# તેમાંથી એકેય
|
|
|
|
“એક ચકલી પણ નહીં”
|
|
# ભૂમિ પર પડે
|
|
|
|
મરી જાય.
|
|
# તમારા માથાના વાળ પણ ગણેલા છે
|
|
|
|
“તમારા માથા પર કેટલા વાળ છે તે પણ દેવ જાણે છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
|
# ગણેલા
|
|
|
|
નોંધેલા
|
|
# ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો
|
|
|
|
“દેવને માટે તમારું મૂલ્ય ઘણી બધી ચકલીઓ કરતાં વધારે છે.” |