ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ. # જેઓ શરીરને મારી નાંખી શકે છે પણ આત્માને મારી નાંખી શકતા નથી તેમનાથી ડરો નહીં “માણસોથી બીશો નહીં. તેઓ શરીરને મારી શકે પણ આત્માને મારી શકતા નથી.” # શરીરને મારી શકે શારીરિક મરણ નિપજાવી શકે. # શરીર જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાય. # આત્માને મારી શકે માણસના મૃત્યુ પછી પણ તેમને નુકસાન કરી શકે. # આત્મા જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાતો નથી અને જે શારીરિક મરણ બાદ પણ જીવંત રહે છે. # શું એક પૈસાની બે ચકલીઓ વેચાતી મળતી નથી? આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન આ રીતે પણ સમજી શકાય, “ચકલીઓનો વિચાર કરો. તેમનું મૂલ્ય એટલું ઓછુ હોય છે કે તમે એક નાનાં સિક્કા થી તમે બે ચકલીઓ ખરીદી શકો” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન) # ચકલીઓ આ બહુ નાનાં અને દાણાં ચણતાં પક્ષીઓનું રૂપક એવી બાબતો માટે વપરાયું છે જેને લોકો મહત્વનું ગણતા નથી. # એક પૈસાની નાનામાં નાનો સિક્કો હોય તેની વાત. એ સમયમાં તાંબા નો નાનો સિક્કો કે જે એક દિવસની મજુરીના વેતનનો ૧૬મો ભાગ થાય, ટૂંકમાં “બહુ થોડા પૈસા.” # તોપણ તેમાંની એકેય તમારા બાપની ઈચ્છા વગર ભૂમિ પર પડતી નથી આને આ રીતે પણ વ્યક્ત કરી શકાય, “તોપણ તેમાંની એકેય તમારા બાપની જાણ બહાર ભૂમિ પર પડતી નથી.” અથવા “જો તમારા બાપની ઈચ્છા હોય તો જ તેમાંથી એક ભૂમિ પર પડે” (જુઓ: ) # તેમાંથી એકેય “એક ચકલી પણ નહીં” # ભૂમિ પર પડે મરી જાય. # તમારા માથાના વાળ પણ ગણેલા છે “તમારા માથા પર કેટલા વાળ છે તે પણ દેવ જાણે છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # ગણેલા નોંધેલા # ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો “દેવને માટે તમારું મૂલ્ય ઘણી બધી ચકલીઓ કરતાં વધારે છે.”