gu_tn/LUK/07/29.md

2.5 KiB

(લૂક, આ પુસ્તકના લેખક, યોહાન અને ઈસુ વિષે લોકો કેવું મંતવ્ય રજુ કરે છે તે ઉપર ટીપ્પણી કરે છે.)

તેઓ જાહેર કરે છે કે ઈશ્વર ન્યાયી છે

“તેઓ કહે છે કે ઈશ્વર જાતે જ પોતાને ન્યાયી બતાવ્યા છે” અથવા “તેઓ જાહેર કરે છે કે ઈશ્વર ન્યાયથી વર્ત્યા છે”

જેઓએ યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા લીધું છે

“જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા છે” અથવા “જેઓને યોહાને બાપ્તિસ્મા આપ્યું છે”

જેઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નથી

“જેઓને યોહાને બાપ્તિસ્મા નથી આપ્યું” અથવા “જેઓએ યોહાનથી બાપ્તિસ્મા પામવાનુ નકાર કર્યું” અથવા “જેઓએ યોહાનનું બાપ્તિસ્મા નકાર્યું”

ઈશ્વરે તેઓને માટે ઈરાદા

“તેઓને માટે ઈશ્વરનો હેતુ હતો” અથવા “તેઓને માટે ઈશ્વરની યોજના” અથવા “ઈશ્વર તેઓને શું કરવા ઈચ્છે છે”

તેઓએ ઈશ્વરની સલાહ નકારી

“ઈશ્વરે કહ્યું હતું તેનું ઉલ્લંઘન કરવાનું પસંદ કર્યું” અથવા “ઈશ્વરની ઇચ્છા પર વિશ્વાસ ન કરવાનું પસંદ કર્યું”

જેઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ ઈશ્વરની તેમને માટેની યોજના નકારી

આ બતાવે છે કે તેઓએ યોહાનનું બાપ્તિસ્મા નકાર્યું હતું, તેઓ આત્મિક રીતે ઈશ્વરની ઇચ્છા સ્વીકારવા તૈયાર ન હતા.