gu_tn/JUD/01/09.md

1.9 KiB

શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો

તેઓ વિવાદ કરતા હતા કે શરીરનો કબજો કોણ લે? વૈકલ્પિક ભાષાંતર: "શરીરનો કબ્જો કોણ લેશે તે વિષે તકરાર કરી." (જુઓ: સ્પષ્ટ અને અભિપ્રેત)

(મીખાયેલ) ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિમ્મત કરી નહિ

મીખાયેલ શેતાનને ઠપકો આપવાથી દૂર રહ્યો. વૈકલ્પિક ભાષાંતર: "તે દૂર રહ્યો"

સજા અથવા અપમાનજનક શબ્દો

"મજબૂત નિંદા અથવા અવિનયી શબ્દો"

પણ આ લોકો

"આ લોકો" "ઈશ્વરરહિત લોકો" જેનો અગાઉથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બધી બાબતમાં તેઓ નિંદા કરે છે

"કંઈ પણ સામે અપમાનજનક વાતો કરે છે જેનો અર્થ તેઓને ખબર નથી"

કાઈનને માર્ગે ચાલ્યા

કાઈન પોતાના ભાઈ હાબેલની હત્યા કરી.

બલામની ભૂલમાં ધસી ગયા

બલામે પૈસા માટે પ્રબોધ કરવાની માગણી કરી હતી.

કોરાહનું બંડ

કોરાહ મૂસાના નેતૃત્વ અને હારુનના પુરોહિતપણા સામે બળવો કર્યો.