gu_tn/ACT/25/01.md

2.1 KiB

ફેસ્તુસની તે પ્રાંતમાં આવ્યો

શક્ય અર્થઘટનો: ૧) “ફેસ્તુસ આ વિસ્તારમાં આવ્યો” અથવા ૨) “તે પ્રાંતમાં પોતાની સત્તાનો અમલ ચલાવવા તે ત્યો આવ્યો”

તે કૈસરીયાથી યરુશાલેમ આવ્યો

શક્ય અર્થઘટનો: ૧) “ઉપર યરુશાલેમ તરફ એટલે તે યરુશાલેમનું મહત્વ દર્શાવે છે” અથવા ૨) “તે ઉચાણવાળા પ્રદેશમાં ગયો કેમકે યરુશાલેમ ઉચાઇ પર આવેલું નગર હતું

પાઉલની વિરુધ્ધ તહોમતો લાવ્યો

આ અદાલતમાં રજુ કરતી પદ્ધતિસરની દલીલો છે. વૈકલ્પિક અનુવાદ: “કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ પાઉલને દોષિત ઠરાવ્યો”

તેઓએ ફેસ્તુસ આગળ ધારદાર રજુઅતો કરી

“તેઓ ફેસ્તુસને વિનંતી કરતા” અથવા “ફેસ્તુસને સખત અરજ કરી”

કે તે તેને બોલાવે... જેથી તેઓ તેને મારી નાખે

“કે જેથી ફેસ્તુસ પાઉલને બોલાવે... જેથી યહુદીઓ પાઉલને મારી નાખે”

તેને કદાચ બોલાવે

“તેને કદાચ મોકલે”

જેથી માર્ગમાં તેઓ તેને મારી નાખે

તેઓએ એવી યોજના ઘઢી હતી કે માર્ગમાં પાઉલ પર ઓચિંતો હુમલો કરીને તેને મારી નાખવો.