gu_tn/ACT/08/01.md

2.5 KiB

શાઉલ પણ સહમત હતો

હવે લુક સ્તેફન તરફથી શાઉલ તરફ પોતાની વાર્તા લઇ જાય છે. તમારે એ જાણવાની જરૂર છે કે તમારી ભાષામાં કેવી રીતે વાર્તાઓમાં એક પાત્રથી બીજા પાત્ર તરફ તબક્કાવાર વૃધ્ધિ પામે છે

ઢસડીને લઇ ગયા

તેઓને બળજબરીપૂર્વક લઇ જવામાં

તે દિવસે

જે દિવસે સ્તેફન મરણ પામ્યો

બધાજ વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા આ એક પ્રકારની અતિશયોક્તી દર્શાવતું વિધાન છે જે એમ બતાવે છે કે યરુશાલેમમાં રહેનારા મોટાભાગના વિશ્વાસીઓ સતાવણીના કારણે વિખેરાઈ ગયા.

પ્રેરીતો સિવાય

આ એમ દર્શાવે છે કે પ્રેરીતો યરુશાલેમમાંજ રહ્યાં અને તેમને આ મહા સતાવણીનો આ અનુભવ થયો નહિ.

સમર્પિત માણસો

“ઈશ્વરનું ભય રાખનાર માણસો” અથવા “એવા માણસો કે જેમને ઈશ્વરનું ભય હોય”

તેઓએ ભારે શોક કર્યો

“ખુબ જ ભારે શોક... તેના માટે”

તે દરેકના ઘરોમાં જતો

આ એક અત્યોક્તી દર્શાવતું વિધાન છે જે એમ કહે છે કે શાઉલ ઘણાબધા ઘરોમાં પ્રવેશતો હતો. તેને યરુશાલેમના દરેક ઘરોમાં પ્રવેશવાનો આવો અધિકાર હતો નહિ.

સ્ત્રી અને પુરુષોને ઢસડીને બહાર કાઢતો

શાઉલ બળજબરીથી યહૂદી વિશ્વાસીઓને તેઓના ઘરોમાંથી બહાર ઢસડી લાવતો અને તેમને કેદખાનામાં નાખતો.