gu_tn/3JN/01/05.md

2.4 KiB

તમે વિશ્વાસુપણાનો જીવનક્રમ કરો

“તમે એ કરો કે જે ઈશ્વરને વિશ્વાસ યોગ્ય છે” અથવા “તમેં ઈશ્વરને વફાદાર રહો”

ભાઈઓ અને અજાણ્યાઓ માટે કાર્ય કરો

“સાથી કાર્યકરને અને અજાણ્યાને મદદ કરો”

જે તમારા પ્રેમના મંડળી સમક્ષ સાક્ષી છે

આ વાક્યને બીજી રીતે ભાષાંતર કરી શકાય: “તેઓને મંડળીના વિશ્વાસીઓને જણાવ્યું છે કે તમે કેવી રીતે તેઓને પ્રેમ કર્યો છે.”

ઈશ્વરને યોગ્ય હોય એવી રીતે તેઓને તમે મુસાફરીએ મોકલશો

“ઈશ્વરને માન મળે એ રીતે તેઓને મુસાફરીએ મોકલો”

ફક્ત નામની ખાતર તેઓ બહાર ગયા

અહિયાં “નામ” એ ઈસુ માટે છે. બીજું ભાષાંતર: “તેઓ ઈસુ વિષે બીજાઓને જણાવવા બહાર ગયા છે.” (જુઓ: અર્થાલંકાર)

બિનયહૂદીઓ પાસેથી કઈ લેતા નથી

અહિયાં “બિનયહૂદીઓ” એનો મતલબ એ નથી કે જે યહૂદી નથી. એનો મતલબ કે જે ઈસુ પર વિશ્વાસ કરતા નથી. બીજું ભાષાંતર: “અને તેઓ પાસેથી કઈ લેતા નથી જેઓ ઈસુની વાતો કહે છે”

તેથી આપણે

અહીયા “આપણે” એ યોહાન અને બધા વિશ્વાસીઓ માટે વપરાયો છે. (જુઓ: વ્યાપક)

આપણે સત્યના સાથી કાર્યકરો છીએ

“આપણે તેઓના કાર્યમાં મદદ કરવી જોઈએ જે ઈશ્વરની સત્યતા પ્રગટ કરે છે.”