# તમે વિશ્વાસુપણાનો જીવનક્રમ કરો “તમે એ કરો કે જે ઈશ્વરને વિશ્વાસ યોગ્ય છે” અથવા “તમેં ઈશ્વરને વફાદાર રહો” # ભાઈઓ અને અજાણ્યાઓ માટે કાર્ય કરો “સાથી કાર્યકરને અને અજાણ્યાને મદદ કરો” # જે તમારા પ્રેમના મંડળી સમક્ષ સાક્ષી છે આ વાક્યને બીજી રીતે ભાષાંતર કરી શકાય: “તેઓને મંડળીના વિશ્વાસીઓને જણાવ્યું છે કે તમે કેવી રીતે તેઓને પ્રેમ કર્યો છે.” # ઈશ્વરને યોગ્ય હોય એવી રીતે તેઓને તમે મુસાફરીએ મોકલશો “ઈશ્વરને માન મળે એ રીતે તેઓને મુસાફરીએ મોકલો” # ફક્ત નામની ખાતર તેઓ બહાર ગયા અહિયાં “નામ” એ ઈસુ માટે છે. બીજું ભાષાંતર: “તેઓ ઈસુ વિષે બીજાઓને જણાવવા બહાર ગયા છે.” (જુઓ: અર્થાલંકાર) # બિનયહૂદીઓ પાસેથી કઈ લેતા નથી અહિયાં “બિનયહૂદીઓ” એનો મતલબ એ નથી કે જે યહૂદી નથી. એનો મતલબ કે જે ઈસુ પર વિશ્વાસ કરતા નથી. બીજું ભાષાંતર: “અને તેઓ પાસેથી કઈ લેતા નથી જેઓ ઈસુની વાતો કહે છે” # તેથી આપણે અહીયા “આપણે” એ યોહાન અને બધા વિશ્વાસીઓ માટે વપરાયો છે. (જુઓ: વ્યાપક) # આપણે સત્યના સાથી કાર્યકરો છીએ “આપણે તેઓના કાર્યમાં મદદ કરવી જોઈએ જે ઈશ્વરની સત્યતા પ્રગટ કરે છે.”