gu_tn/mrk/15/intro.md

3.4 KiB

માર્ક15સામાન્ય નોંધો

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

""મંદિરનો પડદો ફાટીને બે ટુકડા થઇ ગયા""

મંદિરનો પડદો એક મહત્વપૂર્ણ પ્રતીક હતો જે બતાવતો હતો કે લોકોને ઈશ્વર સાથે વાત કરવા માટે કોઈની જરૂર હતી. તેઓ ઈશ્વરસાથે સીધા વાત કરી શકતા નહીં કારણ કે સર્વ લોકો પાપી છે અને ઈશ્વર પાપને ધિક્કારે છે. ઈસુએ લોકોના પાપો માટે કિંમત ચૂકવી હોવાના કારણે ઈસુના લોકો હવે ઈશ્વર સાથે સીધા જ વાત કરી શકે છે તે બતાવવા ઈશ્વરે પડદાના બે ભાગ કર્યા.

કબર

કબર કે જેમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (માર્ક 15:46) એક પ્રકારની કબર હતી જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેઓના મૃતકોને દફનાવતા હતાં. તે ખરેખર એક ઓરડો હતો જેને ખડકમાંથી કોતરવામાં આવ્યો હતો.તેની એક તરફ સપાટ જગ્યા હતી જેમાં તેઓ દેહને તેલ અને સુગંધી દ્રવ્યો લગાડીને કપડાંમાં લપેટીને રાખતા હતાં. પછી તેઓ કબરની સામે એક મોટો પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહી કે પ્રવેશી શકે નહી.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

બંને ઈસુની ભક્તિ કરવાનો ઢોંગ કરીને (માર્ક 15:19) અને રાજા સાથે વાત કરવાનો ઢોંગ કરીને (માર્ક 15:18), સૈનિકો અને યહૂદીઓએ બતાવ્યું કે તેઓ ઈસુને ધિક્કારતા હતા અને તેઓ વિશ્વાસ કરતા ન હતા કે તે ઈશ્વરના પુત્ર હતા. (જુઓ: [[rc:///ta/man/translate/figs-irony]] અને [[rc:///tw/dict/bible/other/mock]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

એલોઈ, એલોઈ, લમા શબકથની?

આ અરામિકનો એક શબ્દસમૂહ છે. માર્ક ગ્રીક અક્ષરોની મદદથી તેના અવાજો લખીને લખાણને અનુવાદિત કરેછે. તે પછી તેનો અર્થ સમજાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)