gu_tn/mat/26/intro.md

4.5 KiB

માથ્થી 26 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને આવૃત્તિના અન્ય લખાણથી અલગ જમણી તરફ ગોઠવે છે. 26:31 માંની કવિતાની ગોઠવણ યુએલટી આ પ્રમાણે કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવાયેલા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઘેટાં

ઘેટાં શાસ્ત્રમાં વપરાયેલી એક સામાન્ય છબી છે જેનો ઉલ્લેખ ઇઝરાએલના લોકો માટે થયો છે. માથ્થી 26:31, જો કે, ઈસુએ તેમના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ""ઘેટાં"" શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે જ્યારે તેમની ધરપકડ થશે ત્યારે તેમના શિષ્યો ભાગી જશે.

પાસ્ખા પર્વ

જ્યારે ઈશ્વરે મિસરીઓના પ્રથમ જન્મેલા નર બાળકોનો નાશ કર્યો પરંતુ ઇઝરાએલીઓ “પરથી પસાર” થઈ તેઓના પ્રથમજનિતોને જીવંત રાખ્યા તે દિવસ યાદમાં પાસ્ખા પર્વના તહેવારની ઉજવણી કરાય છે.

શરીર અને રક્તને ખાવા

માથ્થી 26:26-28 ઈસુના તેમના અનુયાયીઓ સાથેના છેલ્લા ભોજનનું વર્ણન કરે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ(શિષ્યો) જે ખાતા અને પીતા હતા તે તેમનું શરીર અને તેમનું રક્ત હતું. લગભગ સર્વ ખ્રિસ્તી મંડળીઓ ""છેલ્લું ભોજન,"" ""ધાર્મિક સંસ્કાર,"" અથવા ""પવિત્ર મેજની સંગત"" ની ઉજવણી કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઈસુ માટે યહૂદાનું ચુંબન

માથ્થી 26:49 વર્ણવે છે કે યહૂદાએ ઈસુને ચુંબન કર્યું કે જેથી સૈનિકો જાણી શકે કે તેઓએ કોની ધરપકડ કરવાની છે. યહૂદીઓ એકબીજાને અભિવાદન કરતી વખતે એકબીજાને ચુંબન કરે છે.

""હું ઈશ્વરના ભક્તિસ્થાનનો/મંદિરનો નાશ કરવા સમર્થ છું""

બે માણસોએ ઈસુ પર આરોપ મૂક્યો કે યરૂશાલેમના મંદિરનો નાશ કરી પછી તેને ત્રણ દિવસમાં ફરીથી ઉભું કરવાનો દાવો ઈસુ કરતા હતા"" (માથ્થી 26:61). તેઓએ તેમના પર ઈશ્વરનું અપમાન કરવાનો આરોપ મૂકી કહ્યું કે ઈસુ કહે છે કે ઈશ્વરે ઈસુને મંદિરનો નાશ કરવાનો અને ફરીથી તેને બાંધવાનું સામર્થ્ય અને અધિકાર આપ્યો છે. ઈસુએ જે ખરેખર કહ્યું તે એ હતું કે જો યહૂદી અધિકારીઓ આ મંદિરનો નાશ કરવા માંગતા હોય, તો તેઓ(ઈસુ) ચોક્કસપણે તેને ત્રણ દિવસમાં ઊભું કરશે ([યોહાન 2:19] (../../jhn/02/19.md))