gu_tn/luk/22/intro.md

2.2 KiB

લૂક 22 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

શરીર અને રક્તને ખાવું

લૂક 22:19-20 તેમના અનુયાયીઓ સાથે ઈસુના છેલ્લા ભોજનને વર્ણવે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ જે ખાઈ અને પી રહ્યા છે એ તેમનું શરીર અને તેમનું રક્ત છે. લગભગ સર્વ ખ્રિસ્તી મંડળીઓ આ ભોજનને યાદ કરવા માટે ""પ્રભુ ભોજન,"" “ધાર્મિક વિધિ"", અથવા ""પવિત્ર સંસ્કાર"" ઉજવે છે.

નવો કરાર

કેટલાક લોકો માને છે કે ઈસુએ આ ભોજન વખતે નવો કરાર સ્થાપ્યો. બીજાઓ માને છે કે તેઓ સ્વર્ગમાં ગયા પછી તેમણે તે સ્થાપ્યો. બીજાઓ માને છે કે તે ઈસુ પાછા નહિ આવે ત્યાં સુધી તે સ્થાપિત થશે નહિ. તમારું અનુવાદ યુએલટી કરતાં વિશેષ કહેતું હોવું જોઈએ નહિ. (જુઓ: rc://*/tw/dict/bible/kt/covenant)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મનુષ્ય પુત્ર""

ઈસુ આ અધ્યાયમાં ""મનુષ્ય પુત્ર"" તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 22:22). તમારી ભાષા લોકોને પોતાના વિશે જેમ બોલતા હોય તેમ બીજા કોઈ માટે બોલવાની પરવાનગી આપતું ન હોઈ શકે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])