gu_tn/luk/15/intro.md

3.1 KiB

લૂક 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઉડાઉ દીકરાનું દ્રષ્ટાંત

લૂક 15:11-32 ઉડાઉ દીકરાનું દ્રષ્ટાંત છે. મોટા ભાગના લોકો વિચારે છે કે વાર્તામાંના પિતા ઈશ્વર (પિતા) ને રજૂ કરે છે, પાપી નાનો દીકરો જેઓ પસ્તાવો કરે છે આને ઈસુ પરના વિશ્વાસમાં આવે છે તેઓને રજૂ કરે છે, અને સ્વ-ન્યાયી મોટો દીકરો ફરોશીઓને રજૂ કરે છે. વાર્તામાં મોટો દીકરો એ પિતા પર ગુસ્સે થાય છે કેમ કે પિતાએ નાના દીકરાના પાપને ક્ષમા કરી દીધા, અને તે પિતાએ આપેલ મિજબાનીમાં જશે નહિ કારણ કે નાના દીકરાએ પસ્તાવો કર્યો હતો. આ એટલા માટે હતું કારણ કે ઈસુ જાણતા હતા કે ફરોશીઓ ચાહતા હતા કે ઈશ્વર એવું વિચારે કે તેઓ જ એકલા સારા હતા અને બીજા લોકોના પાપોને ક્ષમા ન કરે. તેઓ તેમને શીખવી રહ્યા હતા કે તેઓ ક્યારેય ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનશે નહિ કારણ કે તેઓએ એ પ્રમાણે વિચાર્યું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/forgive]] અને rc://*/ta/man/translate/figs-parables)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પાપીઓ

જ્યારે ઈસુના સમયના લોકો ""પાપીઓ"" વિશે બોલતા, ત્યારે તેઓ એવા લોકો વિશે વાત કરતાં જેઓ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા નહોતા અને ચોરી તથા વ્યભિચાર જેવા પાપો કરતાં હતા. પરંતુ ઈસુએ ત્રણ દ્રષ્ટાંતો (લૂક 15:4-7, લૂક 15:8-10, અને લૂક 15:11-32) એ શીખવવા કહ્યા કે જે લોકો માને કે તેઓ પાપીઓ છે અને જેઓ પસ્તાવો કરે છે તેઓ એ લોકો છે જેઓ ખરેખર ઈશ્વરને પ્રસન્ન કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/repent]] અને rc://*/ta/man/translate/figs-parables)