gu_tn/luk/12/intro.md

4.1 KiB

લૂક 12 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""આત્મા વિરુદ્ધ દુર્ભાષણ""

જ્યારે લોકો આ પાપ કરે છે ત્યારે લોકો શું ક્રિયાઓ કરે અથવા તેઓ શું કહે છે તે કોઈ ચોક્કસપણે જાણતું નથી. જોકે, તેઓ ઘણું કરીને પવિત્ર આત્માનું અને તેમના કાર્યનું અપમાન કરતાં હોઈ શકે છે. પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ લોકોને સમજાવવાનું છે કે તેઓ પાપીઓ છે અને ઈશ્વર તેઓને ક્ષમા કરે તેમને તેની જરૂર છે. તેથી, જે કોઈ પાપ કરવાને અટકાવવાનો પ્રયાસ કરતો નથી તો તે આત્મા વિરુદ્ધ ઘણું કરીને દુર્ભાષણ કરનાર છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/blasphemy]] અને [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

ચાકરો

ઈશ્વર આશા રાખે છે કે તેમના લોકો યાદ રાખે કે જગતમાં જે સઘળું છે તે ઈશ્વરનું છે. ઈશ્વર તેમના લોકોને વસ્તુઓ આપે છે કે જેથી તેઓ તેમની સેવા કરી શકે. તેઓ ઇચ્છે છે કે લોકોને તેમણે જે સઘળું આપ્યું છે તે વડે તેઓ ઇચ્છે છે તે કરીને તેઓ તેમને પ્રસન્ન કરે. એક દિવસ ઈસુ તેમના ચાકરોને પૂછશે તેમણે તેઓને જે સઘળું ઉપયોગ કરવા માટે આપ્યું હતું તે વડે તેઓએ શું કર્યું. તેઓ એ લોકોને બદલો આપશે જે લોકોએ તેઓ જે ઇચ્છતા હતા તે કર્યું, અને તેઓ એ લોકોને શિક્ષા કરશે જે લોકોએ એ પ્રમાણે કર્યું નહિ હોય.

વિભાગ

ઈસુ જાણતા હતા કે જેઓ તેમને અનુસરવાનું પસંદ કર્યું નથી તેઓ જેઓએ તેમને અનુસરવાનું પસંદ કર્યું છે તેઓને ધિક્કારશે. તેઓ એ પણ જાણતા હતા કે મોટા ભાગના લોકો બીજા કોઈ કરતાં પોતાના કુટુંબને પુષ્કળ પ્રેમ કરે છે. તેથી તેઓ ચાહતા હતા કે તેમના અનુયાયીઓ સમજે કે તેમના કુટુંબીજનો તેમને પ્રેમ કરે તે કરતાં વિશેષ તેઓ તેમને અનુસરે અને પ્રસન્ન કરે એ વધુ મહત્વનું છે (લૂક 12:51-56).

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મનુષ્ય પુત્ર""

આ અધ્યાયમાં ઈસુ પોતાને ""મનુષ્ય પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 12;8). તમારી ભાષા કદાચ લોકોને જેમ તેઓ બીજાઓ વિશે બોલતા હોય તેમ પોતા વિશે બોલવા પરવાનગી આપતી ન હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])