gu_tn_old/mrk/09/intro.md

3.9 KiB

માર્ક09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંનાવિશિષ્ટ ખ્યાલો

""રૂપાંતરિત""

શાસ્ત્ર ઘણીવાર ઈશ્વરના મહિમાની વાત મહા,તેજસ્વી પ્રકાશની જેમકરે છે. જ્યારે લોકો આ પ્રકાશને જુએ છે, ત્યારે તેઓ ડરે છે. માર્ક આ અધ્યાયમાંકહે છે કે ઈસુના વસ્ત્રો આ તેજસ્વી પ્રકાશથી ચમક્યાં જેથી તેના અનુયાયીઓ જોઈ શકે કે ઈસુ ખરેખર ઈશ્વર પુત્ર છે. તે જ સમયે, ઈશ્વરે તેઓને કહ્યું કે ઈસુ તેમનો પુત્ર છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/glory]] અને [[rc:///tw/dict/bible/kt/fear]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અત્યુક્તિ

ઈસુએ એવી વાતો કહી કે જે તેમના અનુયાયીઓ શાબ્દિક રીતે સમજશે તેની તેમણે અપેક્ષા કરી નહોતી. જ્યારે તેમણે કહ્યું, ""જો તમારો હાથ તમને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખો"" (માર્ક 9:43), તે અતિશયોક્તિ કરી રહ્યા હતા કે જેથી તેઓને જાણ થાય કે તેઓએ પાપ થઈ શકે તેવી કોઈ પણ બાબતથી દૂર રહેવું જોઈએ, પછી ભલે તે તેમને ગમતું હોય અથવા જરૂરીહોય એમ વિચારતા હોય.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

એલિયા અને મૂસા

એલિયા અને મૂસા અચાનક ઈસુ,યાકૂબ, યોહાન અને પિતરને દેખાય છે, અને પછી તેઓ અદૃશ્ય થઈ ગયા. આ ચારેય લોકોએ એલિયા અને મૂસાને જોયા, અને એલિયા અને મૂસાએ ઈસુ સાથે વાત કરીતે તેથીવાચકે સમજવું જોઈએ કે એલિયા અને મૂસા શારીરિક રૂપે દેખાયા.

""માણસનો પુત્ર""

આ અધ્યાયમાં ઈસુ પોતાને ""માણસના પુત્ર"" તરીકે ઉલ્લેખ કરેછે (માર્ક 9:31). જાણે કે તેઓ અ‍ન્ય કોઇ વિશે વાત કરતા હોય તેમ તમારી ભાષા લોકોને તેમના વિશે બોલવાની મંજૂરી કદાચ ન આપે.(જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરતું દેખાય છે. ઈસુ કહે છે ત્યારે તે એક વિરોધાભાસનો ઉપયોગ કરે છે, ""જો કોઈ પણ પ્રથમ થવા ચાહે, તો તે સર્વથી છેલ્લો તથા સર્વનો સેવક થાય"" (માર્ક 9:35)).