gu_tn_old/mat/27/intro.md

2.4 KiB

માથ્થી 27 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમને પિલાત હાકેમને સોંપવામાં આવ્યા""

યહૂદી આગેવાનોએ ઈસુને મારી નાખતા પહેલા રોમના હાકેમ પોન્તિયસ પિલાત પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હતી. કેમ કે રોમનો કાયદો તેઓને ઈસુને મારી નાખવાની પરવાનગી આપતો ન હતો. પિલાત ઈસુને મુક્ત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ખૂબ જ દુષ્ટ કેદી બરબ્બાસને મુક્ત કરાવવાની ઈચ્છા રાખતા હતા.

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતાં (માથ્થી 27:60) તે કબર એ પ્રકારની કબર હતી જેમાં ધનવાન યહૂદી પરિવારો તેમના મૃતકોને દફનાવતા હતાં. તે ખડકમાં કોતરેલો એક ઓરડો હતો. તેલ અને સુગંધી પદાર્થ લગાડયા પછી મૃત શરીરને વસ્ત્રોમાં લપેટીને મૂકી શકે તે માટે તેમાં એક બાજુએ એક સપાટ જગ્યા હતી. ત્યારપછી તે કબરની આગળ એક મોટો ગોળ પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહીં કે પ્રવેશ કરી શકે નહીં.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

સૈનિકો, ""જય હો, યહૂદીઓના રાજાને!""([માથ્થી 27:29] (../../mat/27/29.md)) ઈસુની મજાક કરવા માટે કહે છે. તેઓ માનતા નહોતા કે ઈસુ ખરેખર યહૂદીઓના રાજા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)