gu_tn_old/luk/21/intro.md

2.4 KiB

લૂક 21 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુ તેમના શિષ્યોને કહે છે કે તેઓ જ્યારે પરત આવશે તે પહેલા શું થશે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""કેમ કે મારે નામે, એમ કહેતા ઘણા લોકો આવશે કે, 'હું તે છું,'""

ઈસુએ શીખવ્યું કે તેમના પરત આવતા પહેલા ઘણા લોકો ખોટી રીતે દાવો કરશે કે તેઓ એ જ છે જેઓ આવનારા હતા. તે એવો સમય પણ આવશે જ્યારે ઘણા લોકો ઈસુના અનુયાયીઓને ધિકકારશે અને તેઓની હત્યા કરવાની પણ ઇચ્છા રાખશે.

""જ્યાં સુધી વિદેશીઓનો સમય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી""

જ્યારે બાબીલોનના લોકો યહૂદીઓના પૂર્વજોને બળજબરીપૂર્વક બાબીલોન લઈ ગયા અને જે સમયે મસીહા આવનાર છે તે બંને વચ્ચેના સમયને યહૂદીઓ ""વિદેશીઓનો સમય,"" એ સમય જ્યારે વિદેશીઓ યહૂદીઓ પર રાજ કરશે, તરીકે ઓળખતા હતા.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મનુષ્ય પુત્ર""

ઈસુ પોતાને આ અધ્યાયમાં ""મનુષ્ય પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 21:27). તમારી ભાષા કદાચ લોકોને પોતા વિશે એવી રીતે બોલવાની પરવાનગી ન આપતી હોય જેમ તેઓ બીજાને માટે બોલતા હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])