gu_tn_old/act/01/intro.md

5.6 KiB

પ્રેરિતોનાં કૃત્યોની 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં એક ઘટના નોંધાય છે, જે સામાન્ય રીતે ""સ્વર્ગારોહણ"" તરીકે જાણીતી છે, જ્યારે ઈસુ ફરીથી જીવંત થયા પછી સ્વર્ગમાં પાછા ગયા. જ્યાં સુધી તેમનું ""બીજું આગમન"" નથી થતું ત્યાં સુધી તેઓ ફરી આવનાર નથી. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/heaven]] અને [[rc:///tw/dict/bible/kt/resurrection]])

યુએસટીમાં “પ્રિય થિયોફીલ” શબ્દો સુયોજિત કર્યા છે. કારણ કે અંગ્રેજી બોલનારાઓ ઘણીવાર આ રીતે પત્રોની શરૂઆત કરે છે. લોકો તમારી સંસ્કૃતિમાં જે રીતે પત્રો લખવાનું શરૂ કરે છે તે રીતે તમે શરૂ કરવાનું પસંદ કરી શકો છો.

કેટલાક અનુવાદોમાં બાકીના લખાણની તુલનામાં પાના પરના જૂના કરારનું લખાણ અવતરણ ચિહ્નમાં જમણી બાજુએ ગોઠવવામાં આવે છે. યુએલટી ગીતશાસ્ત્ર 1:20 માં બે અવતરણો સાથે આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાપ્તિસ્મા

આ અધ્યાયમાં “બાપ્તિસ્મા” શબ્દના બે અર્થ છે. તે યોહાનના પાણીના બાપ્તિસ્મા અને પવિત્ર આત્માના બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 1:5). (જુઓ: rc://*/tw/dict/bible/kt/baptize)

""તેમણે ઈશ્વરના રાજ્ય વિષે વાત કરી""

કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જ્યારે ઈસુએ “ઈશ્વરના રાજ્ય વિષે વાત કરી,” ત્યારે તેમણે શિષ્યોને સમજાવ્યું કે કેમ ઈશ્વરનું રાજ્ય તેમના મરણ પહેલાં ન આવ્યું? અન્ય એવો વિશ્વાસ કરે છે કે ઈસુ જીવંત હતા ત્યારે ઈશ્વરનું રાજ્ય શરૂ થયું હતું અને અહીં ઈસુ સમજાવી રહ્યા કે તેઓ શરૂઆતમાં એક નવા રૂપમાં હાજર હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

બાર શિષ્યો

બાર શિષ્યોની સૂચિ નીચે મુજબ છે: માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

માર્કમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો પુત્ર યાકૂબ, ઝબદીનો પુત્ર યોહાન (જેને તેમણે બન-રગેસ નામ આપ્યું, એટલે કે ગર્જનાના પુત્રો), ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફી પુત્ર યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

લૂકમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફી પુત્ર યાકૂબ, સિમોન (જે કનાની કહેવાતો હતો), યાકૂબનો પુત્ર યહૂદા અને યહૂદા ઇશ્કરિયોત.

થદ્દી શક્ય રીતે યાકૂબનો પુત્ર યહૂદા જ છે

હકેલ્દમા

આ હિબ્રૂ અથવા અરામિક શબ્દ છે. લૂક ગ્રીક શબ્દનો ઉપયોગ કરે છે જેથી તેના વાચકોને ખબર પડે કે તેનો ઉચ્ચાર કેવો થાય છે અને પછી તેણે તેઓને તેનો અર્થ પરંતુ સમજાવ્યો. તમે તમારી ભાષામાં જે રીતે ઉચ્ચાર થાય છે તે રીતે શબ્દાર્થ કરવો અને તેનો અર્થ સમજાવવો. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)