gu_tn/1CO/01/12.md

1.8 KiB

તમારામાંથી દરેક કહે

પાઉલ સામાન્ય મતભેદનું વર્ણન કરે છે.

શું ખ્રિસ્તના ભાગ થયા છે?

પાઉલ એ દર્શાવાની ઇચ્છા રાખે છે કે સત્ય એ છે કે ખ્રિસ્તના ભાગ પડ્યા નથી પણ એક છે. "તમે જેવું કરો છો તેવી રીતે ખ્રિસ્તના ભાગ પાડવા શક્ય નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન; સક્રિય અને નિષ્ક્રિય)

શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડ્યો?

પાઉલ એ દર્શાવવા માંગે છે કે પાઉલ અથવા આપોલોસ નહિ પણ એ તો ખ્રિસ્ત જે વધસ્તંભે જડ્યા. " તેઓએ પાઉલને તમારા ઉદ્ધારને માટે વધસ્તંભે નથી જડ્યો. (જુઓ: અલંકારિક પ્રશ્ન; સક્રિય અને નિષ્ક્રિય)

શું તમે પાઉલના નામથી બાપ્તિસ્માં પામ્યા હતા?

પાઉલ એ દર્શાવવા માંગે છે કે આપણે બધા ખ્રિસ્તના નામથી બાપ્તિસ્માં પામ્યા. "લોકોએ તમને પાઉલના નામથી બાપ્તિસ્માં નથી આપ્યું." ((જુઓ: અલંકારિક પ્રશ્ન; સક્રિય અને નિષ્ક્રિય)