gu_tn/ROM/14/05.md

2.3 KiB

એક તરફ , એક વ્યક્તિ અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ સારો ગણે છે, પરંતુ બીજી તરફ, અન્ય વ્યક્તિ દરેક દિવસને સમાન ગણે છે

"એકતરફ" અને " બીજી તરફ" એ વિધાનો કોઈક બાબતને માટે બે વિચારસરણીનો પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " એક વ્યક્તિ એવું વિચારે છે કે અમુક દિવસ બીજા અન્ય દિવસો કરતા વધુ મહત્વનો/અગત્યનો છે પરંતુ બીજો વ્યક્તિ એવું વિચારે છે કે બધા દિવસો સરખા છે.

દરેક વ્યક્તિએ પોતાના મનમાં ખાતરી કરવી

સંપૂર્ણ અર્થ સવિસ્તાર સમજાવી શકાય : " દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું કે તેઓ જે કરે છે તે પ્રભુને સન્માન આપવા માટે કરે છે. (જુઓ : સવિસ્તાર અને ટૂંકમાં )

જે કોઈ અમુક દિવસને પાળે છે/ પવિત્ર ગણે છે, તે પ્રભુને માટે એમ કરે

" જો કોઈ અમુક દિવસે ભજન કરે છે તો તે પ્રભુને સન્માન આપવા માટે કરે છે .

અને જે ખાય છે, પ્રભુને માટે ખાય છે

" વ્યક્તિ જે દરેક પ્રકારનું ભોજન ખાય છે તે પ્રભુને સન્માન આપવા માટે ખાય છે

જે નથી ખાતો, પ્રભુને લીધે ખાવાથી દુર રહે છે

જે વ્યક્તિ અમુક પ્રકારનું ભોજન ખાતો નથી તે પ્રભુને સન્માન આપવા માટે ખાતો નથી "