# એક તરફ , એક વ્યક્તિ અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ સારો ગણે છે, પરંતુ બીજી તરફ, અન્ય વ્યક્તિ દરેક દિવસને સમાન ગણે છે "એકતરફ" અને " બીજી તરફ" એ વિધાનો કોઈક બાબતને માટે બે વિચારસરણીનો પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " એક વ્યક્તિ એવું વિચારે છે કે અમુક દિવસ બીજા અન્ય દિવસો કરતા વધુ મહત્વનો/અગત્યનો છે પરંતુ બીજો વ્યક્તિ એવું વિચારે છે કે બધા દિવસો સરખા છે. # દરેક વ્યક્તિએ પોતાના મનમાં ખાતરી કરવી સંપૂર્ણ અર્થ સવિસ્તાર સમજાવી શકાય : " દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું કે તેઓ જે કરે છે તે પ્રભુને સન્માન આપવા માટે કરે છે. (જુઓ : સવિસ્તાર અને ટૂંકમાં ) # જે કોઈ અમુક દિવસને પાળે છે/ પવિત્ર ગણે છે, તે પ્રભુને માટે એમ કરે " જો કોઈ અમુક દિવસે ભજન કરે છે તો તે પ્રભુને સન્માન આપવા માટે કરે છે . # અને જે ખાય છે, પ્રભુને માટે ખાય છે " વ્યક્તિ જે દરેક પ્રકારનું ભોજન ખાય છે તે પ્રભુને સન્માન આપવા માટે ખાય છે # જે નથી ખાતો, પ્રભુને લીધે ખાવાથી દુર રહે છે જે વ્યક્તિ અમુક પ્રકારનું ભોજન ખાતો નથી તે પ્રભુને સન્માન આપવા માટે ખાતો નથી "