gu_tn/ROM/06/15.md

3.5 KiB

પાઉલ દેવ પ્રત્યેની આધીનતા અને ઉલ્લંઘન માટે ગુલામીના રૂપકનો ઉપયોગ કરે છે. ( જુઓ : રૂપક ) Paul uses slavery as a metaphor for obedience and disobedience to God. (See: Metaphor)

તો શું ? આપણે નિયમ હેઠળ/આધીન નથી પણ કૃપા હેઠળ/આધીન છીએ, તેથી શું આપણે પાપ કરીએ ? ના એવું કદી થાઓ ?

કૃપાને આધીન જીવીએ છીએ તે પાપ કરવા માટેનું બહાનું નથી તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર " તેમ છતાં , ફક્ત આપણે મુસાના નિયમથી નહિ પણ કૃપાથી બંધાયેલા છીએ એનો અર્થ એમ નથી થતો કે આપણને પાપ કરવાની છૂટ છે " ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન )

ના એવું કદી ન થાઓ

" આપણે એવું કદી ન થવા દઈએ! " અથવા " એ પ્રમાણે ન કરવા દેવ મારી મદદ કરે. આ વિધાનએ એકદમ તીવ્ર ઈચ્છા દર્શાવે છે કે એ પ્રમાણે ન થાય. તમારી ભાષામાં આના સરખું વિધાન હોય તો અહી ઉપયોગ કરી શકો છો. તમે ૩:૩૧ માં શું ભાષાંતર કર્યું છે તે જુઓ.

શું તમે નથી જાણતાકે જેને આધીન થવા પોતાને નોકર તરીકે સોંપો છો, એટલે જેને તમે આધીન થાઓ છો તેના તમે નોકર છો.

જે કોઈપણ એવું વિચારે છે કે કૃપા એ પાપ કરવા માટેનું બહાનું છે તેવાને ઠપકો આપવા માટે પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર :" તમે જે માલિકને આધીન થવાનું પસંદ કરો છો તેના તમે ગુલામ છો એ તમારે જાણવું જોઈએ."

મોતને અર્થે પાપના અથવા ન્યાયીપણા અર્થે આધીનતાના

અહી, " પાપ" અને " આધીનતા" ને, ગુલામ જેની સેવા કરે છે તેના માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે. આનું ભાષાંતર આવું થઇ શકે. નવા વાક્યમાં ભાષાંતર આવું થાય : " તમે કાંતો પાપના ગુલામ છો જે આત્મિક મરણમાં પરિણમે છે અથવાતો તમે આધીનતાના ગુલામ છો જેના પરિણામેં દેવ તમને ન્યાયી જાહેર કરે છે (જુઓ : મૂર્ત સ્વરૂપ)