gu_tn/MAT/10/11.md

2.6 KiB

ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે જે ૧૦:૧ થી શરૂ થયું.

તમે...તમારાં

આ સર્વનામ બાર શિષ્યો માટે વપરાયા છે.

જે ગામ અથવા શહેરમાં તમે જાઓ

“કોઈ પણ ગામ અથવા શહેરમાં તમે પ્રવેશો” અથવા “દરેક ગામ અથવા નગરમાં તમે જાઓ”

શહેર, ગામ

“મોટા શહેરમાં...નાનાં ગામ માં” અથવા “મોટા નગરમાં...નાનાં નગરમાં.” આ એ જ શબ્દો વપરાયા છે જે ૯:૩૫ માં જોવા મળે છે.

નીકળતા સુધી ત્યાં રહો

“તે શહેર અથવા ગામ માંથી નીકળો નહીં ત્યાં સુધી જે તે વ્યક્તિના ઘરે જ રહો”

ઘરમાં પ્રવેશ કરો ત્યારે ઘરના ને સલામ કહો

“જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો ત્યારે ઘરમાં રહેતા સર્વને સલામ કહો.” એ દિવસોમાં “આ ઘરમાં શાંતિ વસો” એવી સલામી પાઠવવામાં આવતી. (જુઓ: )

જો ઘર યોગ્ય/લાયક હોય

“જો તે ઘરનો પરિવાર તમારો આદર સત્કાર કરે” અથવા “જો તે ઘર માં રહેનારા તમારી સાથે સારો વર્તાવ/વ્યવ્હાર કરે” (જુઓ: )

તમારી સલામી તમને પાછી ફરે

આના બે થી વધારે અર્થ શક્ય છે, ૧) જો તે ઘર પરિવાર યોગ્ય ન હોય તો દેવ પોતાની શાંતિ અને આશીર્વાદ તેમનાથી પાછા રાખશે, અથવા ૨) જો તે ઘર પરિવાર યોગ્ય ન હોય તો પ્રેરિત ઘરમાંથી નીકળતી વખતે દેવને તેમની ઘર માટેની સલામીનો સ્વીકાર ના કરવા કહે.