gu_tn/MAT/10/11.md

22 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે જે ૧૦:૧ થી શરૂ થયું.
# તમે...તમારાં
આ સર્વનામ બાર શિષ્યો માટે વપરાયા છે.
# જે ગામ અથવા શહેરમાં તમે જાઓ
“કોઈ પણ ગામ અથવા શહેરમાં તમે પ્રવેશો” અથવા “દરેક ગામ અથવા નગરમાં તમે જાઓ”
# શહેર, ગામ
“મોટા શહેરમાં...નાનાં ગામ માં” અથવા “મોટા નગરમાં...નાનાં નગરમાં.” આ એ જ શબ્દો વપરાયા છે જે ૯:૩૫ માં જોવા મળે છે.
# નીકળતા સુધી ત્યાં રહો
“તે શહેર અથવા ગામ માંથી નીકળો નહીં ત્યાં સુધી જે તે વ્યક્તિના ઘરે જ રહો”
# ઘરમાં પ્રવેશ કરો ત્યારે ઘરના ને સલામ કહો
“જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો ત્યારે ઘરમાં રહેતા સર્વને સલામ કહો.” એ દિવસોમાં “આ ઘરમાં શાંતિ વસો” એવી સલામી પાઠવવામાં આવતી. (જુઓ: )
# જો ઘર યોગ્ય/લાયક હોય
“જો તે ઘરનો પરિવાર તમારો આદર સત્કાર કરે” અથવા “જો તે ઘર માં રહેનારા તમારી સાથે સારો વર્તાવ/વ્યવ્હાર કરે” (જુઓ: )
# તમારી સલામી તમને પાછી ફરે
આના બે થી વધારે અર્થ શક્ય છે, ૧) જો તે ઘર પરિવાર યોગ્ય ન હોય તો દેવ પોતાની શાંતિ અને આશીર્વાદ તેમનાથી પાછા રાખશે, અથવા ૨) જો તે ઘર પરિવાર યોગ્ય ન હોય તો પ્રેરિત ઘરમાંથી નીકળતી વખતે દેવને તેમની ઘર માટેની સલામીનો સ્વીકાર ના કરવા કહે.