gu_tn/MAT/09/29.md

13 lines
1.6 KiB
Markdown

બે આંધળા માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
# તેમની આંખોને અડકીને કહે છે
ઈસુ બંને માણસોની આંખોને એકસાથે અડક્યા કે પોતાના જમણા હાથથી તેમને એક પછી એક અડક્યા એ સ્પષ્ટ નથી. ડાબો હાથ સામાન્ય રીતે અસ્વચ્છ કામો માટે વપરાતો, તેથી ઈસુએ મોટાભાગે પોતાનો જમણો હાથ જ વાપર્યો હશે. ઈસુ તેમને અડ્યા ત્યારે જ બોલ્યા કે પહેલા અડ્યા અને પછી બોલ્યા એ પણ સ્પષ્ટ નથી.
# તેમની આંખો ઉઘડી ગઈ
“દેવે તેમને સાજાપણું આપ્યું” અથવા “બે આંધળા માણસ જોઈ શક્યા” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)
# પણ
“એના બદલે.” ઈસુએ આ બે માણસોને જે કહ્યું તે પ્રમાણે તેમણે કર્યું નહીં.
# ખબર ફેલાવી
“તેમની સાથે જે થયું હતું તે ઘણા બધા લોકોને કીધું”