gu_tn/MAT/09/03.md

38 lines
3.6 KiB
Markdown

ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં આગળ વધે છે.
# જુઓ
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.
# માંહોમાંહે
આનો મતલબ “અંદરોઅંદર,” એમના મનમાં, કે “એકબીજાની સાથે,” ગુસપુસ કરતા.
# “ઈશ્વર નિંદા” ઈસુ અહીં એવું કઈ કરવાનો દાવો કરે છે જે શાસ્ત્રીઓના મતે માત્ર દેવ જ કરી શકે.
# તેમનાં વિચાર જાણીને
કદાચ ને દૈવી રીતે અથવા એકબીજાની સાથે ગુસપુસ કરતા જોઇને, પણ તેઓ શું વિચારતાં હતા તે ઈસુ જાણી ગયા.
# તમારાં હૃદયમાં ભૂંડા વિચાર કેમ કરો છો?
શાસ્ત્રીઓને ઠપકો આપતા ઈસુએ આ પ્રશ્ન કર્યો. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# તમે...તમારાં
બહુવચન છે.
# ભૂંડું
આ કોઈ સાદી ગેરસમજ નહીં પણ ગંભીર નૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે.
# કયું સહેલું છે...?
શાસ્ત્રીઓ એવું માનતા હતા કે આ માણસ નો રોગ (પક્ષઘાત) તેના પોતાના પાપને કારણે છે તેથી જો તેના પાપ માફ થાય તો આ વ્યક્તિ સાજો થાય. ઈસુ આ પ્રશ્ન શાસ્ત્રીઓને યાદ કરાવી જણાવે છે કે તે પાપ માફ કરી શકે છે. (વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# આમાંનું શું કહેવું સહેલું છે કે, “તારા પાપ માફ થયાં છે?” અથવા એવું કહેવું કે “ઉઠ, અને ચાલ?”
‘તારા પાપ માફ થયાં છે’ એ કહેવું સહેલું છે?” કે “’ઉઠ અને ચાલ’ એ કહેવું સહેલું છે?
# તારા પાપ માફ થયાં છે.
આનો મતલબ એમ થઇ શકે કે ૧) “હું તને તારા પાપ માફ કરું છું” અથવા ૨) દેવ તને તારા પાપ માફ કરે છે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# પણ તમે જાણો કે
“હું તમારી આગળ સિદ્ધ કરીશ.”
# તને...તારા
એકવચનમાં છે.
# તારા ઘરે જા
ઈસુ તેને અન્ય જગા એ જવાની મનાઈ ફરમાવતા હોય એમ નથી પણ તેને પોતાના ઘરે જવાની તક આપે છે.