gu_tn/MAT/08/11.md

28 lines
3.2 KiB
Markdown

રોમન જમાદારના ચાકરને ઈસુનું સાજાપણું આપવાનું પ્રકરણ અહીં આગળ વધે છે.
# તમને
આ જે લોકો ઈસુની પાછળ આવતાં હતા (૮:૧૦) તેમને માટે વપરાયું છે, તેથી બહુવચન છે.
# પૂર્વ થી તથા પશ્ચિમ થી
આનો અર્થ માત્ર પૂર્વ અથવા પશ્ચિમ થી એમ નહીં પણ “સર્વ જગ્યાએ થી” અથવા “સર્વ દિશાઓથી દૂર દૂરથી.” (જુઓ: )
# ભાણે બેસશે
એ વખતના સમયમાં લોકો જમવા માટે (નાનાં) ટેબલની પાસે એક કોણી ને ટેકે ઝુકી ને બેસતા (લેટતા). ભાણે બેસવાની આ રસમ કુટુંબ અને મિત્રો સાથે જીવવાનો એક ગુણ સૂચક પર્યાય બની ગયું. આને આ રીતે પણ સમજી શકાય, “મિત્રો સાથે અને કુટુંબ તરીકે રહેવું.” (જુઓ: )
# રાજ્યના દીકરાઓ ને બહાર નાખી દેવાશે
“દેવ રાજ્યના દીકરાઓને બહાર ફેંકી દેશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# રાજ્યના દીકરાઓ
અહીં “ના દીકરાઓ” જેઓ દેવ ના રાજ્ય સાથે કોઈ રીતે સંકળાયેલા છે તેમને દર્શાવે છે. અહીં કટાક્ષ પણ છે કેમ કે “દીકરાઓ” બહાર નાંખી દેવામાં આવશે જ્યારે બહારના/અજાણ્યા નું સ્વાગત કરવામાં આવશે. આને આ રીતે પણ સમજી શકાય, “જેમણે દેવને પોતાના પર રાજ્ય/અધિકાર આપવા જોઈતાં હતાં” (જુઓ: રૂઢિપ્રયોગ)
# બહારના અંધકારમાં
આ અભિવ્યક્તિ જેઓ દેવને નકારે છે તેમનું અનંત કાળનું ભાવિ કેવું હશે તે દર્શાવે છે. “દેવ થી દૂર અંધકારમાં.” (જુઓ: )
# તેવું જ તને થાઓ
“તેવું જ હું તને કરીશ.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# ચાકર સાજો થયો
“ઈસુ એ ચાકરને સાજો કર્યો.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# તે જ સમયે
“એ જ સમયે, જ્યારે ઈસુ એ કીધું કે એ ચાકરને સાજો કરશે.”