gu_tn/LUK/11/09.md

2.4 KiB

(ઈસુ શિષ્યોને પ્રાર્થના વિષે શીખવે છે.)

માગો... શોધો...ખટખટાઓ

ઈસુએ આ આજ્ઞા આપી કે શિષ્યો પ્રાર્થનામાં નિત્ય રહે. તમે નું રૂપ એ આ વિભાગમાં વધારે યોગ્ય છે. (જુઓ: તમે નું રૂપ). આ આજ્ઞાઓ આ રીતે ભાષાંતર કરી શકાય “માગતા રહો...શોધતા રહો.... ખખડાવતા રહો.”

માગવું

અમૂક ભાષાઓમાં આ ક્રિયાપદની વધારે માહિતીની જરૂર છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારી જરૂરિયાતો ઈશ્વરને જણાવો.” “તમારે ઈશ્વર તરફથી શું શોધવાની જરૂર છે” અને “દરવાજાને ખટખટાવો.”

અને તે તમને આપશે

સક્રિય ક્રિયાપદમાં આ રીતે ભાષાંતર કરી શકાય: “ઈશ્વર તે તમને આપશે” અથવા “તમે તે પ્રાપ્ત કરશો.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

ખટખટાવવું

ખટખટાવવું એ દરવાજાને થોડા સમય માટે મારવું જેથી ઘરની અંદરના માણસને ખબર પડે કે બહારથી કોઈ ખટખટાવી રહ્યું છે. આ રીતનો પણ ઉપયોગ કરીને ભાષાંતર કરી શકાય કે તમારી સંસ્કૃતિમાં લોકો આવ્યા છે તે કેમ ખબર પડે, જેમ કે “બોલાવવું” અથવા “ખાંસવું” અથવા “તાળી પાળવી.”

તે તમારે માટે ખુલશે

સક્રિય ક્રિયાપદમાં આ ભાષાંતર કરી શકાય: “ઈશ્વર તમારા માટે દરવાજો ખોલશે” અથવા “ઈશ્વર તમને અંદર આવકારશે.”