gu_tn/LUK/06/35.md

1.7 KiB

(ઈસુ સતત ટોળાને વૈરીઓ પર પ્રેમ કરવાનું શીખવે છે.)

તમારો બદલો મોટો છે

“તમને મોટો બદલો મળવાનો છે” અથવા “તમને સારું મહેનતાણું મળશે” અથવા “તેને બદલે તમને સારી ભેટ મળવાની છે”

તમે પરાત્પરના દીકરા થશો

આ શબ્દ “દીકરા” એ રૂઢીપ્રયોગ અર્થ છે “નાજેવા”. તે દર્શાવે છે કે જે કોઈ વૈરીઓને પ્રેમ કરે છે તે ઈશ્વર સમાન કાર્ય કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે પરાત્પરના દીકરા સમાન વર્તી રહ્યાં છો” અથવા “તમે પરાત્પરના દીકરા જેવા થશો.” યાદ રાખો કે શબ્દ “દીકરાઓ” એ બહુવચન છે તેથી ગુંચવણમાં ન પડો કે તે ઈસુ માટે “ઈશ્વરના પુત્ર” માટે છે.”

આભાર ન માનનારા અને દુષ્ટ લોકો

“લોકો જે તેમનો આભાર માનતા નથી અને જેઓ દુષ્ટ છે”

તમારો પિતા

આ ઈશ્વર માટે દર્શાવે છે. આ કહેતા સ્પષ્ટ થશે કે “સ્વર્ગમાંનો તમારો પિતા.”