gu_tn/LUK/01/26.md

1.8 KiB

ગાબ્રિયેલ દુતને ઈશ્વરે મોકલી આપ્યો

પ્રત્યક્ષ ભાષાંતર પણ કરી શકાય “ઈશ્વરે ગાબ્રિયેલ દુતને જવા માટે કહ્યું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

બંધાયેલ

“પ્રતિજ્ઞા” અથવા “લગ્ન કરવા આપેલ વચન.” આનો અર્થ કે મરિયમના માતાપિતાએ યુસૂફ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

તેની પાસે આવ્યા

“જ્યાં મરિયમ હતી ત્યાં આવ્યા” અથવા “મરિયમ જ્યાં હતી ત્યાં ગયા”

અભિવાદન

“આનંદ કરવો” અથવા “પ્રસન્ન કરવું.” આ સામાન્ય અભિવાદન છે.

ખૂબ જ કૃપા પામેલી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તમે જે ખૂબ કૃપા પામેલી” અથવા “તમે જે કૃપા પામ્યા છો” અથવા “તમે જેમને દયા પ્રાપ્ત થઈ છે.”

ખૂબ જ ગુંચવણમાં પડી

“ગુંચવણમાં પડી” અથવા “ગભરાઈ અને ગુંચવણમાં પડી”

આ તે કયા પ્રકારની સલામ

મરિયમ વ્યક્તિગત સમજી ગઈ, પણ દૂત એ બાબતો તેને શાં માટે કહી રહ્યો હતો તે તે સમજી નહિ.