gu_tn/ACT/22/03.md

2.7 KiB

પાઉલે લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું

આજ શહેરમાં ગમલિએલના ચરણોમાં શિક્ષણ પામ્યો

“ય્રુશાલેમના ગુરુ ગમલિએલનો તે શિષ્ય હતો”

આપણા પૂર્વજોના ચુસ્ત નિયમો વાળા માર્ગોમાં ચાલવાના સૂચનો શીખ્યો

“તેઓએ મને આપણા પૂર્વજોના ચુસ્ત નિયમો અંગે ચાલવાનો બોધ આપ્યો” અથવા “જે શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું તેતો આપણા પૂર્વજોના ઝીણવટ પૂર્વકના નિયમો હતા”

હું ઈશ્વરના સબંધમાં ઉત્સાહી છું

“મને ઈશ્વર પર પુરેપુરી શ્રદ્ધા છે અને ઈશ્વરની ઈચ્છાને અનુસરવાની ઊંડી લાગણી હતી” અથવા “ઈશ્વર માટેની મારી સેવા અંગે હું પુષ્કળ ઉત્સાહી હતો”

અન્ય બધા જેવો અથવા આજે તમે છો તેવોજ

“આજે તમે જેવા છો તેવાજ માર્ગે” અથવા “આજે તમે છો તેવોજ”. પાઉલ પોતાને ટોળા સાથે સરખાવે છે.

આ માર્ગે

“આ માર્ગે” યરુશાલેમમાં રહેતા સ્થાનિક વિશ્વાસીઓના જૂથ જેઓ પચાસમાંના દિવસને અનુસરતાં હતા.

મરણ પામ્યા સુધી

આ માર્ગે જનારાઓને પાઉલ મારી નાખવા પણ તૈયાર હતા.

સાક્ષીરૂપ થયા છે

“સાક્ષી આપે છે” અથવા “સાબિતી આપે છે”

મેં તેઓ પાસેથી પરવાનો મેળવ્યો

“મેં મુખ્ય યાજક તથા વડીલો પાસેથી પરવાનગી મેળવી”

હું તેઓને બાંધીને પાછો લઈ આવતો

તેઓએ મને એવી આજ્ઞા આપી હતી કે સાંકળથી બાંધીને પાછા લઈ આવવા