gu_tn/2TH/01/03.md

24 lines
2.1 KiB
Markdown

# આપણે કરવું જોઈએ
અહિયાં આપણે એટલે પાઉલ, સિલાસ, અને તિમોથી પણ થેસ્સાલોનીકીયના સભાજનો નહિ. (જુઓ: અનન્યતા)
# હમેશા ઈશ્વરનો આભાર માનો
“ઈશ્વરનો આભાર વારંવાર માનો” (જુઓ: અત્યોક્તી)
# કેમકે તે યોગ્ય છે
“કેમકે તે કરવા યોગ્ય સાચી બાબત છે” અથવા “કેમકે તે કરવું સારું છે”
# એકબીજા પ્રત્યે
“તમારા સાથી વિશ્વાસીઓ પ્રત્યે”
# તમારા માટે
અહિયાં તમારા એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (તમેના સ્વરૂપો જુઓ)
# આપણે પોતે
“આપણે પોતે” તે એક સ્વવાંચક સર્વનામ છે જે અહિયાં પાઉલના સ્વાભિમાન પ્રત્યે ભાર દર્શાવે છે. કેટલાક અન્ય ભાષાંતરોમાં કેવળ “આપણે” લખવામાં આવ્યું છે.
# સતાવણી અને દુઃખો
આ બન્ને જુદી જુદી રીતે એકજ બાબત દર્શાવે છે પરંતુ અહિયાં તેઓ વારંવાર દુઃખોનો સામનો કરતા એવો ભાર દર્શાવા પુનરાવર્તિત રીતે લખાયું છે. (જુઓ: પુનરાવર્તિત શબ્દો)
# જેથી તમને માનયોગ્ય ગણવામાં આવે
કે ઈશ્વર તમને મુલ્યવાન ગણીને તેના રાજ્યમાં ભાગીદાર બનાવે.