gu_tn/2PE/02/17.md

2.3 KiB

આ માણસો પાણી વગરના ઝરા જેવા છે

શારીરિક જીવન માટે પાણી ન આપનાર સુકાઈ ગયેલા ઝરાની જેમ છે, તેઓનું શિક્ષણ આત્મિક જીવન તરફ દોરતું નથી. " તેઓ તરોતાજા થવાની ખોટી જગ્યા છે. એક ખાલી રણદ્વીપ." (જુઓ: સમાન)

તેઓ તોફાનથી ધસડાતા વાદળો જેવા છે

તોફાની વાદળો વરસાદ ઉઠાવે છે. આ વરસાદ પોષણયુક્ત પાણી લાવે છે અથવા નાશકારક પૂર લાવે છે.(જુઓ: સમાન)

તેઓ ઘમંડ સાથે વ્યર્થ વાતો બોલે છે

તેઓ અર્થહીન બડાઈની વાતો કહે છે.

તેઓ દૈહિક વાસનાથી લોકોને લલચાવે છે.

તેઓ પાપી સ્વભાવની અરજથી લોકોને અનૈતિકતા અને પાપપૂર્ણ કાર્યમાં કાર્યરત રાખે છે.

જેઓ ભ્રમણામાં જીવે છે તેઓથી બચવાને પ્રયત્ન કરતા લોકોને તેઓ લલચાવે છે.

જેઓ વિશ્વાસમાં નવા છે તેઓનો તેઓ શિકાર કરે છે.

તેઓને તેઓ સ્વતંત્રતાનુ વચન આપે છે, પણ તેઓ પોતે ભ્રષ્ટાચારના દાસ છે.

તેઓ જૂઠી સ્વતંત્રતાનુ વચન આપે છે, વિશ્વાસીઓ માટે પાપ કરવાની સ્વતંત્રતા. પણ આ પાપની ગુલામી છે.

માટે જે કંઈ માણસને જીતે છે તેનો તે દાસ છે.

જે માણસ ઇચ્છાઓ પાછળ દોડશે તે પોતાના સંયમને ગુમાવશે. (જુઓ: રૂઢિપ્રયોગ)