gu_tn/MAT/13/22.md

21 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુએ જે દ્રષ્ટાંત ૧૩:૮ માં કહ્યું તેને અહિ સમજાવી રહ્યાં છે.
# કાંટાળા ઝાંખરા માં જે વવાયા તે એ છે...સારી ભૂમિમાં વવાયા તે એ છે
અહીં ઈસુ એ વાવનાર, તેનું વચન/શિક્ષણ/સંદેશ જે બીજ છે અને સાંભળનાર એ કાંટાળા ઝાંખરાવાળી જમીન છે. શક્ય ભાષાંતર: “કાંટાના ઝાંખરાવાળી જમીન પર વાવવાથી આવું થાય છે...સારી જમીન પર વાવવાથી આવું થાય છે.” (જુઓ: ઉપમા”
# વચન
“સંદેશ”
# જગતની ચિંતા અને દ્રવ્યની માયા વચન ને રુંધી દે છે અને તે નિષ્ફળ થઇ જાય છે
અને આ રીતે પણ સમજી શકાય: “બિનજરૂરી ઘાસ/નીંદણ વધી ને સારા છોડની વૃદ્ધિને અટકાવે છે, જગતની ચિંતા અને ધનની માયા આ વ્યક્તિને ફળવંત થતા રોકે છે.” (જુઓ: રૂપક)
# જગતની ચિંતા
“જગતની બાબતો જેના માટે લોકો ચિંતા કરતા હોય”
# નિષ્ફળ થઈ જાય છે
“બિનઉપયોગી/બિનઉપજાઉ થઈ જાય છે.”
# આ એ છે જે ફળ ઉત્પન્ન કરે છે
“આ એ લોકો છે કે જેઓ સારા ફળ ઉત્પન્ન કરે છે અને ફળવંત છે.” ( જુઓ: રૂપક અને ઉપમા)