gu_tn/rom/15/intro.md

2.0 KiB

રોમનો 15 સામાન્ય નોધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ અધ્યાયની 9-11 અને 21 ની કલમો સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

કેટલાક અનુવાદો જૂના કરારના ગદ્ય અવતરણોને પાનાંની દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી આ પ્રમાણે કલમ 12 માં અવતરણ કરેલા શબ્દો સાથે કરે છે.

રોમનો 15:14 માં, પાઉલ વધુ વ્યક્તિગત રીતે બોલવાનું શરૂ કરે છે. તે શીખવવાથી ખસીને પોતાના વ્યક્તિગત આયોજનો કહેવાનું શરૂ કરે છે.

આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકાર

બળવાન/નબળા

આ શબ્દો એવા લોકોના ઉલ્લેખ માટે વપરાય છે જેઓ તેમના વિશ્વાસમાં પરિપક્વ અને અપરિપક્વ છે. પાઉલે શીખવ્યું કે જે લોકો વિશ્વાસમાં મજબૂત છે તેઓએ વિશ્વાસમાં નબળા લોકોને મદદ કરવાની જરૂર છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faith)