gu_tn/rev/03/intro.md

4.3 KiB

પ્રકટીકરણ 03 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

2 અને 3 અધ્યાયોને સામાન્ય રીતે ""સાત મંડળીઓને સાત પત્રો"" કહેવામાં આવે છે. તમે દરેક પત્રને અલગ કરી શકો છો. વાચકો સરળતાથી જોઈ શકે છે કે તે અલગ પત્રો છે

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટીમાં આ કલમ 7 માં વર્ણન કરેલ છે.

આ આધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઈશ્વરના સાત આત્માઓ

આ આત્માઓ પ્રકટીકરણ 1:4 ના સાત આત્માઓ છે.

સાત તારાઓ

આ તારાઓ પ્રકટીકરણ 1:20 ના સાત તારાઓ છે.

આ અધ્યાયમાંના મહત્વપૂર્ણ રૂપકો

જુઓ, હું દરવાજા પાસે ઊભો છું અને ખટખટાવું છું

ઈસુ લાવદિકિયાના ખ્રિસ્તીઓ તેમને આધીન થાય તેવી ઇચ્છા રાખે છે તેને જાણે કે તે ઘરમાંના લોકો પાસેથી પ્રવેશવાની અને તેમની સાથે જમવાની પરવાનગી માંગતા હોય તેમ કહે છે.(પ્રકટીકરણ 3:20). (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

""જેનો સાંભળવાને કાન છે તે સાંભળે કે આત્મા મંડળીને શું કહે છે""

લેખક જાણતા હતા કે તેના બધા જ વાચકોને શારીરિક કાન હતા. અહીં કાન એ ઈશ્વરનું સાંભળવું અને તેનું પાલન કરવાની ઇચ્છા રાખવી તે માટેનું ઉપનામ છે.(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મંડળીનો દૂત""

અહીં શબ્દ ""દૂત""નો અર્થ ""સંદેશવાહક"". અહીંયા કદાચ મંડળીના સંદેશવાહક અથવા આગેવાનનો ઉલ્લેખ કરે છે. તમે [પ્રકટીકરણ 1:20] (../../rev/01/20.md) માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે.

""કોઈ એકના વચનો કે જે""

આ શબ્દો વાળી કલમોનું અનુવાદ કરવું મુશ્કેલ હોઈ શકે છે. તેઓ સંપૂર્ણ વાક્ય બનાવતા નથી. તમારે આ કલમોની શરૂઆતમાં ""આ છે"" ઉમેરવાની જરૂર પડી શકે છે. ઈસુએ પણ આ શબ્દોનો ઉપયોગ પોતાના વિષે બોલવા માટે કર્યો છે જાણે કે તે બીજા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. તમારી ભાષામાં લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી ન હોય જાણે કે તેઓ બીજા લોકોની વાત કરે છે. ઈસુએ પ્રકટીકરણ 1:17 માં બોલવાનું શરૂ કર્યું. તે 3જાઅધ્યાયના અંત સુધી વાત ચાલુ રાખે છે.