gu_tn/luk/17/intro.md

4.2 KiB

લૂક 17 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

જૂના કરારના ઉદાહરણો

ઈસુએ તેમના અનુયાયીઓને શીખવવા માટે નૂહ અને લોતના જીવનનો ઉપયોગ કર્યો. નૂહ જ્યારે જળપ્રલય આવ્યો ત્યારે તે માટે તૈયાર હતો, અને તેઓએ તેમના પરત આવવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે તેઓ જ્યારે આવશે ત્યારે તેઓ તેમને ચેતવણી આપશે નહિ. લોતની પત્ની જ્યાં રહેતી હતી તે શહેરને તેણીએ ખૂબ પ્રેમ કર્યો કે ઈશ્વરે જ્યારે તે શહેરનો નાશ કર્યો ત્યારે તેણીને પણ શિક્ષા કરી, અને તેઓએ બીજા કશા કરતાં પણ ઈસુ પર વિશેષ પ્રેમ કરવો જોઈએ,

જેઓ તમારું અનુવાદ વાંચે છે તેઓને મદદની જરૂર પડશે જેથી તેઓ સમજી શકે ઈસુ અહીં શું શીખવી રહ્યા હતા.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

કાલ્પનિક પરિસ્થિતિઓ

કાલ્પનિક પરિસ્થિતિઓ એવી પરિસ્થિતિઓ છે જે ખરેખર બની હોતી નથી. ઈસુએ ખાસ પ્રકારની કાલ્પનિક પરિસ્થિતીનો એ શીખવવા ઉપયોગ કર્યો કે તે લોકો કે જેઓ બીજાઓને પાપ કરવા પ્રેરે છે તેઓને સમુદ્રમાં નાખવામાં આવશે (લૂક 19:1-2) અને બીજું શિષ્યોને તેમના થોડાં વિશ્વાસને કારણે ઠપકો આપ્યો (લૂક 19:6). (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

અલંકારિક પ્રશ્નો

ઈસુએ તેમના શિષ્યોને ત્રણ પ્રશ્નો (લૂક 17:7-9) તેઓને શીખવવા માટે પૂછ્યા કે તે લોકો કે જેઓ તેમની સેવા સારી રીતે કરે છે તેઓ તેમની કૃપાને કારણે જ ન્યાયી છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///tw/dict/bible/kt/grace]] અને rc://*/tw/dict/bible/kt/righteous)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મનુષ્ય પુત્ર""

ઈસુ આ અધ્યાયમાં પોતાને ""મનુષ્ય પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 17:22). તમારી ભાષા લોકોને પોતા વિશે એવી રીતે બોલવા મંજૂરી આપતી ન હોય જેમ તેઓ બીજાઓ માટે બોલતા હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])

વિરોધાભાસ

વિરોધાભાસ એ સત્ય નિવેદન છે જે કંઈક અશક્યને વર્ણવતું દેખાય છે. આ અધ્યાયમાં વિરોધાભાસ આ પ્રમાણે છે: ""જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પરંતુ જે કોઈ પોતાનો જીવ ગુમાવે છે તે તેને બચાવશે"" (લૂક 17:33).