gu_tn/luk/07/intro.md

4.1 KiB

લૂક 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી 7:27 માં ટાંકેલી સામગ્રી સાથે આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાં લૂક અનેક વખતે ફેરફારને ચિહ્નિત કર્યા વિના તેના મુદ્દાને બદલે છે. તમારે આ કામચલાઉ ફેરફારોને સરળ કરવા પ્રયત્ન કરવા જોઈએ નહિ.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સૂબેદાર

સૂબેદાર કે જેણે ઈસુને તેના ચાકરને સાજો કરવા કહ્યું (લૂક 7:2) જે ઘણી અસામાન્ય બાબતો કરી રહ્યો હતો. એક રોમન સૈનિક લગભગ ક્યારેય કોઈપણ બાબત માટે યહૂદી પાસે જતો નહિ, અને મોટેભાગે ધનિક લોકો તેમના ચાકરો પર પ્રેમ કરતાં નહિ કે તેમની કાળજી રાખતા નહિ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/centurion]] અને [[rc:///tw/dict/bible/kt/faith]])

યોહાનનું બાપ્તિસ્મા

યોહાને લોકોનું બાપ્તિસ્મા એ દર્શાવવા કર્યું કે તે જેઓને બાપ્તિસ્મા આપી રહ્યો હતો તેઓ જાણતા હતા કે તેઓ પાપીઓ છે અને તેઓના પાપો માટે દિલગીર હતા. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/repent]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])

""પાપીઓ""

લૂક લોકોના જૂથને ""પાપીઓ"" તરીકે ઉલ્લેખ કરે છે. યહૂદી આગેવાનો આ લોકોને મૂસાના નિયમશાસ્ત્રથી નિરાશાજનક રીતે અજાણ માનતા હતા અને તેથી તેઓને ""પાપીઓ"" કહેતા હતા. હકીકતમાં, આગેવાનો જ પાપી હતા. આ સ્થિતિને વક્રોક્તિ તરીકે લઈ શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

""પગ""

પ્રાચીન સમયના પૂર્વ નજીકના લોકોના પગ ખૂબ ગંદા રહેતા હતા કેમ કે તેઓ ચંપલ પહેરતા હતા અને રસ્તાઓ તથા વાટ ધૂળવાળા તથા કાદવવાળા હતા. કેવળ ગુલામો જ બીજા લોકોના પગ ધોતા હતા. તે સ્ત્રી કે જેણે ઈસુના પગ ધોયા એ તેમને મોટું માન આપી રહી હતી.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મનુષ્ય પુત્ર""

આ અધ્યાયમાં ઈસુ ""મનુષ્ય પુત્ર"" તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 7:34). તમારી ભાષા લોકોને પોતાની વિશે બોલવા પરવાનગી આપતી ન હોઈ શકે જેમ તેઓ બીજાઓ માટે બોલતા હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])