gu_tn/col/01/intro.md

2.9 KiB

કલોસસીઓ ૦૧ સામાન્ય નોંધો

રચના અને બંધારણ

એક સામાન્ય પત્રની જેમ, પાઉલ ૧-૨ કલમોમાં કલોસ્સીમાંના ખ્રિસ્તીઓને તિમોથી અને પોતાનો પરિચય આપતા પત્રની શરૂઆત કરે છે.

પાઉલ આ અધ્યાય બે વિષયો: ખ્રિસ્ત કોણ છે અને ખ્રિસ્તે ખ્રિસ્તીઓ માટે શું કર્યું છે તેના વિશે લખે છે

આ અધ્યાયમાં વિશેષ વિચારો/ખ્યાલો

ગૂઢ/છૂપા સત્ય

પાઉલ આ અધ્યાયમાં એક “ગૂઢ/છૂપા સત્ય” નો ઉલ્લેખ કરે છે. એક સમયે ઈશ્વરની યોજનાઓમાં મંડળીની ભૂમિકા અપરિચિત અથવા છુપાયેલ હતી. પરંતુ હવે ઈશ્વરે તેને પ્રગટ કરી છે. આ પ્રકટીકરણનો એક ભાગ ઈશ્વરની યોજનાઓમાં વિદેશીઓનો યહૂદીઓની સાથે સમાન ધોરણે સમાવેશ કરવાનો છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/reveal)

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂઢિપ્રયોગો

ખ્રિસ્તી જીવનની છબીઓ

પાઉલ ખ્રિસ્તી જીવનનું વર્ણન કરવા માટે વિવિધ છબીઓનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં, તે “ચાલવું” અને “ફળ આપવા” જેવી છબીઓનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/other/fruit)

આ અધ્યાયમાં અન્ય સંભવિત ભાષાંતર સમસ્યાઓ

અસંગત વાત

અસંગત વાત એ એક સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય હોય તેનું વર્ણન કરતું દેખાય છે. ૨૪ મી કલમ એ અસંગત વાત છે: “હવે હું મારા દુ:ખોમાં તમારા માટે આનંદ કરું છુ.” સામાન્ય રીતે જ્યારે દુ:ખ આવે ત્યારે લોકો આનંદ કરતાં નથી. પરંતુ ૨૫-૨૯ કલમોમાં પાઉલ સમજાવે છે કે શા માટે તેનું દુ:ખ સારું છે. (કલોસ્સીઓ ૧:૨૪)