gu_tn/act/22/intro.md

3.4 KiB

પ્રેરિતોનાં કૃત્યો 22 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં આ પાઉલના બદલાણનો આ બીજો અહેવાલ છે. શરૂઆતની મંડળીમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે, જ્યાં પાઉલનાં બદલાણના ત્રણ અહેવાલો મળે છે. (જુઓ: પ્રેરિતોનાં કૃત્યો અને પ્રેરિતોનાં કૃત્યો 26)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""હિબ્રૂ ભાષામાં""

આ સમયે મોટાભાગના યહૂદીઓ અરામીક અને ગ્રીક બોલતા હતા. હિબ્રૂ બોલતા મોટાભાગના લોકો શિક્ષિત યહૂદી વિદ્વાનો હતા. તેથી જ જ્યારે પાઉલે હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું ત્યારે લોકોએ ધ્યાન આપ્યું.

""માર્ગ""

કોઈપણ ચોક્કસપણે જાણતું નથી કે વિશ્વાસીઓને સૌપ્રથમ કોણે “માર્ગને અનુસરનારા” કહ્યા. આ શક્ય રીતે વિશ્વાસીઓ પોતાને એ રીતે બોલાવતા હતા, કારણ કે બાઈબલ વારંવાર જણાવે છે કે વ્યક્તિને પોતાનું જીવન જીવવા વિશે કહે છે જાણે કે તે વ્યક્તિ કોઈ રસ્તા અથવા ""માર્ગ"" પર ચાલે છે. જો આ સાચું છે, તો વિશ્વાસીઓ ઈશ્વરના માર્ગને અનુસરનારા છે"" કે જે રીતે ઈશ્વરને પ્રસન્ન છે તે રીતે જીવવું.

રોમન નાગરિકત્વ

રોમનો વિચારતા હતા કે તેઓએ ફક્ત રોમન નાગરિકો સાથે જ ન્યાયથી વર્તન કરવું જોઈએ. જેઓ રોમન નાગરિક ન હોય તેઓ સાથે તેઓની ઇચ્છા પ્રમાણે વર્તતા હતા, પરંતુ તેઓએ અન્ય રોમનો સાથે નિયમનું પાલન કરવું પડતું હતું. કેટલાક લોકો રોમન નાગરિક જન્મથી જ છે અને બીજાઓએ રોમન સરકારને નાણાં આપીને રોમન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું. રોમન નાગરિકની જેમ તે બિન-નાગરિક સાથે પણ “મુખ્ય સરદાર” વર્તે તેવી જ રીતે વર્તન કરીને સજા કરી શકે છે.